For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રમતગમતમાં સૌ.યુનિ.નું પ્રતિનિધિત્વ કરતાં ખેલાડીઓની અલગથી પરીક્ષા લેવા નિર્ણય

06:05 PM Jan 09, 2025 IST | Bhumika
રમતગમતમાં સૌ યુનિ નું પ્રતિનિધિત્વ કરતાં ખેલાડીઓની અલગથી પરીક્ષા લેવા નિર્ણય

રમતગમતની પ્રવૃત્તિઓને અને ખેલાડીઓને ઉત્તેજન આપવા માટે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ તેમની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લીધો છે. જો કોઈ ખેલાડી પરીક્ષાના રેગ્યુલર શેડુલ દરમિયાન રાજ્ય કે રાષ્ટ્ર્રીય સ્તરની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી નું પ્રતિનિધિત્વ કરવા જશે તો તેમની પરીક્ષા અલગથી લેવામાં આવશે.અત્યાર સુધી આ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના પ્રતિભાવતં ખેલાડીઓએ રમતગમત અથવા તો શૈક્ષણિક કારકિર્દી બેમાંથી એકની પસંદગી કરવાની થતી હતી.
જો રમતગમત ક્ષેત્રની કારકિર્દી પસદં કરે તો પરીક્ષા પાસ કરીને ગ્રેયુએટ કે પોસ્ટ ગ્રેયુએટ થવામાં ઘણા વર્ષેા પસાર થતા હતા.

Advertisement

થોડા સમય પહેલા સ્નાતક કક્ષાની સેમેસ્ટર ત્રણની પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં આવા ખેલાડીઓ હાજર નહીં રહી શકતા તેમને ભવિષ્યમાં યારે રેગ્યુલર પરીક્ષાનો શેડુલ જાહેર થાય ત્યારે પરીક્ષા આપવી પડે તેવી સ્થિતિ હતી અને તેના કારણે આખે આખી ટર્મ ઘરે બેઠા પસાર કરવી પડતી હતી.

એક વિધાર્થીનીનો કિસ્સો યુનિવર્સિટીના સત્તાવાળાઓના ધ્યાન પર મૂકવામાં આવતા આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. આ વિધાર્થીની સેમેસ્ટર ત્રણ અને સેમેસ્ટર છ ની એમ બંને પરીક્ષા આપી રહી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. રાષ્ટ્ર્રીય સ્તરની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીનુ પ્રતિનિધિત્વ કરવા ગયેલી આ ખેલાડીની રેમિડિયલ પરીક્ષા ન લેવાતા તેનું એક વર્ષ બગડું હતું. અત્યારે તે સાત વિષયની પરીક્ષા એક સાથે આપી રહી છે. એટલું જ નહીં સાત વિષયની એક સાથે પરીક્ષા આપનાર તે એકમાત્ર વિધાર્થીની છે.
યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ મોટાભાગે આવી સમસ્યા સેમેસ્ટર ત્રણ અને સેમેસ્ટર પાંચ દરમિયાન જોવા મળતી હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખી હવે જો કોઈ ખેલાડી રાય કે રાષ્ટ્ર્રીય સ્તરની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી નું પ્રતિનિધિત્વ કરતા હશે તો તેની પરીક્ષા અલગથી લેવામાં આવશે. એટલું જ નહીં તેમના પરિણામમાં એટીકેટી પણ લખવામાં નહીં આવે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement