વાજડીગઢ- વેજાગામની 3 ટીપી સ્કીમના વાંધા-સૂચનો અંગે શુક્રવારે નિર્ણય
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠકમાં ટીપી સ્કીમ 80, 81, 82 ફાઇનલ કરી સરકારમાં મોકલાશે
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠક શુક્રવારના રોજ મળનાર છે. જેમાં મુખ્યત્વે ત્રણ ટીપી સ્કીમ ફાઇનલ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. વાજડીગઢ-વેજાગામની ટીપી સ્કીમ નંબર 80, 81, 82નો મુત્સદો જાહેર કર્યા બાદ જમીન માલિકો પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવેલ જેની મુદત પૂર્ણ થતા આવેલ તમામ વાંધા અરજીઓના નિકાલ માટે બોર્ડમાં નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ જરૂરી સૂચનો અને સુધારા વધારા સાથે ત્રણેય ટીપી સ્કીમ ફાઇલન મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવશે.
રૂડા દ્વારા રાજકોટ મનપાની હદમાં ભળેલા નવા વિસ્તારો તેમજ શહેરને જોડતા વિસ્તારોમાં રોડ-રસ્તા સહિતની પાયાની જરૂરીયાતો ઝડપથી મળી રહે તે માટે નવી ટીપી સ્કીમોનો ડ્રાફટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારોની પડતાર નવી સહિત 40થી વધુ ટીપી સ્કીમોને ઝડપથી મંજૂરી મળે તે મુદ્દે કાર્યવાહી હાથ ધરાય છે. જે પૈકી વાજડીગઢ-વેજાગામની ટીપી સ્કીમ નં.80, 81 અને 82નો મુત્સદો જાહેર કર્યા બાદ ખેડૂતો તથા જમીન માલિકો પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવેલ ત્રણેય ટીપી સ્કીમમાંથી આવેલા વાંધા સૂચનનો અભ્યાસ કર્યા બાદ વળતર સહિતના મુદ્દે નિર્ણય લેવાનો હોય રૂડા દ્વારા આગામી તા.21ને શુક્રવારના રોજ બોર્ડ મીટિંગનું આયોજન કરવામાં આવ્યુ છે. અન્ય વહિવટી પ્રક્રિયા અંગેની દરખાસ્ત ઉપરાંત ત્રણ ટીપી સ્કીમના વાંધા સૂચનો અંગે નિર્ણય લેવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવેલ. આ ત્રણેય દરખાસ્ત ફાઇનલ કરી સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવે. તેવી સંભાવના જોવાઇ રહી છે.
રૂડાની સુચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.80 (વાજડીગઢ-વેજાગામ)ની સત્તામંડળ દ્વારા અધિનિયમ-1976 તથા નિયમો-1979 હેઠળ કાર્યવાહી કરી કલમ-42(1) હેઠળ બહાલ રાખવા તથા અધિનિયમ-1976 ની કલમ-47 હેઠળ મળેલા વાંધા સૂચનો અને રજુઆતો માટે નિર્ણય કરવા અને અધિનિયમ-1976 ની કલમ-48(1) હેઠળ રાજ્ય સરકારને મંજુરી અર્થે સાદર કરવા બાબત. સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.81 (વેજાગામ)ની સત્તામંડળ દ્વારા અધિનિયમ-1976 તથા નિયમો-1979 હેઠળ કાર્યવાહી કરી કલમ-42(1) હેઠળ બહાલ રાખવા તથા અધિનિયમ-1976 ની કલમ-47 હેઠળ મળેલા વાંધા સૂચનો અને રજુઆતો માટે નિર્ણય કરવા અને અધિનિયમ-1976 ની કલમ-48(1) હેઠળ રાજ્ય સરકારને મંજુરી અર્થે સાદર કરવા બાબત. સૂચિત મુસદ્દારૂૂપ નગર રચના યોજના નં.82 (વેજાગામ)ની સત્તામંડળ દ્વારા અધિનિયમ-1976 તથા નિયમો-1979 હેઠળ કાર્યવાહી કરી કલમ-42(1) હેઠળ બહાલ રાખવા તથા અધિનિયમ-1976 ની કલમ-47 હેઠળ મળેલા વાંધા સૂચનો અને રજુઆતો માટે નિર્ણય કરવા અને અધિનિયમ-1976 ની કલમ-48(1) હેઠળ રાજ્ય સરકારને મંજુરી અર્થે રજૂ કરવામાં આવેલ છે.
40થી વધુ ટીપી સ્કીમ તૈયાર થશે
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા સરકારની સૂચના મુજબ રૂડા વિસ્તારમાં વિકાસને ઝડપી બનાવવા ટીપી સ્કીમના ડ્રાફટ તૈયાર કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રૂડાના સુત્રોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની હદમાં તાજેતરમાં ભળેલા પાંચ ગામોની બાકી રહેલી અને રૂડા વિસ્તારમાં ઝડપી વિકાસ થઇ રહ્યો છે. તેવા વિસ્તારોના ટીપી સ્કીમ ડ્રાફટ તૈયાર કરવાનો પ્રારંભ કરાયો છે. એક અંદાજ મુજબ રૂડાના વિસ્તારમાં 40થી વધુ નવી ટીપી સ્કીમ તૈયાર કરી તેની અમલવારી શરૂ કરવામાં આવશે.