હાઇકોર્ટમાં બે શનિવારે ચાલશે દાયકા જૂના કેસો
20 ન્યાયાધીશો જૂની ક્રિમિનલ અપીલો સાંભળશે, આજથી જ અમલ
જૂના પડતર કેસોના નિકાલ માટે ગુજરાત હાઇકોર્ટે નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં રજીસ્ટ્રીના કામકાજના શનિવારના દિવસોએ હવે અદાલતો પણ ન્યાયિક કાર્યવાહી કરશે. સામાન્ય રીતે શનિવારે હાઇકોર્ટમાં ન્યાયિક કાર્યવાહી થતી નથી માત્ર પહેલા અને ત્રીજા શનિવારે રજીસ્ટ્રીનું કામકાજ ચાલુ હોય છે. જો કે આ નવતર અભિગમમાં હવે રજીસ્ટ્રીના કામકાજના શનિવારના દિવસે અદાલતો પણ ન્યાયિક કાર્યવાહી કરશે. જેમાં 10 વર્ષ કરતાં જૂની ક્રિમિનલ અપીલ હાઇકોર્ટના 20 જજીસ સાંભળશે. દર મહિનાના પહેલા-ત્રીજા શનિવારે આ કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1995થી 2014 સુધીમાં 5627 ક્રિમિનલ અપીલ પડતર છે.
10 વર્ષ અને તેનાથી જૂની ક્રિમિનલ અપીલો આ કામકાજના શનિવારના દિવસોએ ચલાવવામા આવશે આ નવતર અભિગમ અંતર્ગત આ શનિવાર એટલે 5 જુલાઈના રોજ ગુજરાત હાઇકોર્ટના 21 જજીસ આ ક્રિમિનલ અપીલોના નિકાલ માટેની ન્યાયિક કાર્યવાહી કરનાર છે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ 10 વર્ષ અને તેનાથી વધુ જુના સંખ્યાબંધ કેસો પેન્ડિંગ છે. તેવા સંજોગોમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગરવાલના માર્ગદર્શન હેઠળ હાઇકોર્ટના કુલ 21 જજો આ ન્યાયિક કાર્યવાહીમાં જોડાશે.
આજરોજ 5 જુલાઈના રોજ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ વર્ષો જૂની 600 જેટલી ક્રિમિનલ અપીલો મુકવામા આવી હતી જેને સાંભળવા હાઇકોર્ટની નવ જેટલી ખંડપીઠ અને ત્રણ સિંગલ જજ આ કાર્યવાહીમા જોડાયા હતા જેમાં દરેક ખંડપીઠ સમક્ષ અને સિંગલ જજની બેંચ સમક્ષ 50 જેટલી સૌથી જૂની ક્રિમિનલ અપીલો સુનાવણી માટે મુકાઇ છે હાલ વર્ષ 1995થી 2014 સુધીની કુલ 5627 જેટલી ક્રિમિનલ એકવીટલ અપીલ પડતર છે. જેમાંથી દર કામકાજના શનિવારે દરેક બેંચ સમક્ષ ઓછામાં ઓછી 50 જેટલી ક્રિમિનલ અપીલો મુકાશે. એટલે કે કુલ 600 જેટલી અપીલો કોર્ટ સમક્ષ મુકાશે.
આટલા જજ સાંભળશે અપીલ
જસ્ટિસ ગીતા ગોપી
જસ્ટિસ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ
જસ્ટિસ વૈભવી નાણાવટી
જસ્ટિસ ડી.એમ. વ્યાસ
જસ્ટિસ નિર્જર દેસાઈ
જસ્ટિસ મૂલચંદ ત્યાગી
જસ્ટિસ નિખિલ કેરિયલ
જસ્ટિસ પી.એમ.રાવલ
જસ્ટિસ અનિરુદ્ધ માયી
જસ્ટિસ જે. એલ. ઓડેદરા
જસ્ટિસ નીરલ મહેતા
જસ્ટિસ આર.ટી. વાછાણી
જસ્ટિસ નિશા ઠાકોર
જસ્ટિસ હસમુખ સુથાર
જસ્ટિસ પ્રણવ ત્રિવેદી
જસ્ટિસ જે.સી.દોશી
જસ્ટિસ વિમલ વ્યાસ
જસ્ટિસ એમ.આર.મેંગડે
જસ્ટિસ દેવેન દેસાઈ
જસ્ટિસ મોક્ષા ઠક્કર