રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ડિસે. 2024માં 3800 ASI-HCની બઢતી, માર્ચ 2025માં 1414 PI-PSIને પ્રમોશન

03:44 PM Oct 18, 2024 IST | admin
Advertisement

પોલીસની તમામ ભરતી-બઢતી 2026 સુધીમાં પૂરી કરવા સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું

Advertisement

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અનેક ઉમેદવારો પોલીસ ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજ્યના પોલીસ વડાએ ભરતી અંગે કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટના નિર્દેશ બાદ આગામી ભરતી અંગેનું કેલેન્ડર કોર્ટમાં રજૂ કરાયું છે.

સરકારી વકીલે ભરતી અંગેના કેલેન્ડર પર ખાતરી આપતા જણાવ્યું છે કે, પોલીસ વિભાગની તમામ જગ્યાઓ પર 2026 સુધીમાં ભરતી પૂર્ણ કરવામાં આવશે. તેમજ વિવિધ પદો માટેની ફીઝીક્લ ટેસ્ટ નવેમ્બર-ડિસેમ્બરમાં પૂર્ણ કરાશે. આ ઉપરાંત જાન્યુઆરીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે. લેખિત પરીક્ષા ડિસેમ્બર-જાન્યુઆરીમાં પૂર્ણ કરાશે અને લેખિત ઓએમઆર પરીક્ષાનું પરિણામ ફેબ્રુઆરી સુધી જાહેર કરવામાં આવશે.

સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે ફેબ્રઆરીથી જૂન સુધીમાં સબ્જેક્ટિવ લેખિત પરીક્ષા લેવાશે તેમજ જુલાઈ સુધીમાં પરિણામ આપવામાં આવશે. આ ભરતીનું ઑગસ્ટ સુધીમાં ફાઇનલ મેરીટ તૈયાર કરાશે તેમજ સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ ફેઝની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કબૂલાત પણ કરી હતી. ડિસેમ્બર 2024 સુધી 3800થી વધુ એએસઆઈ-હેડ કોન્સ્ટેબલની બઢતી કરવામાં આવશે. તેમજ માર્ચ 2025 સુધીમાં 1414 પીઆઈ અને પીએસઆઈને પ્રમોશન અપાશે.

Tags :
2024gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement