કોન્ટ્રાક્ટ પૂરો થતાં મનપાની બે લીફ્ટ બંધ થતાં દેકારો
મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે દરરોજ હજારો અરજદારો આવતા હોય છે જે પૈકી અમુક દિવ્યાંગ હોવાથી તેમની સુવીધા માટે કચેરી ખાતે બે લીફટ મુકવામાં આવી છે. તેવી જ રીતે આ લીફટનો ઉપયોગ અન્ય અરજદારો તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ કરી રહ્યા છે. દરરોજ લીફટની ખાસ જરુરીયાત હોવા છતાં અધિકારીઓ સમયસર મેઈન્ટેનન્સનું ટેન્ડર કરવાનું ભુલી જતાં આજે સવારથી બન્ને લીફટ બંધ હોવાથી અરજદારોમાં દેકારો બોલી ગયો હતો જેની સામે સમયસર ટેન્ડર ન કરનાર અધિકારીઓ અને પદાધિકારીઓ પણ અરજદારોની સાથે હાંફતા હાફતા પગથીયા ચડતા જોવા મળ્યા હતાં.
મહાનગરપાલિકાની સેન્ટ્રોલ ઝોન કચેરી ખાતે અરજદારોને બન્ને લીફટ છેલ્લા થોડા સમયથી હિસાબ વિભાગન અને ટેકસ વિભાગના પોટલાઓ નીચે ઉતારવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહી હતી. નિયમ કરતા વધુ વજન ભરવાના કારણે લીફટ અનેકવખત બંધ થઈ જવાની ઘટના બનેલ તેમાં મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ પુર્ણ થઈ જતાં અને લીફટમાં ટેકનીકલ સીહતના ફોલ્ટ પોટલાઓને કારણે સર્જાતા આજે બન્ને લીફટ કચેરી ખુલતા જ બંધ જાોવા મળી હતી. આ બાબતે તપાસ કરતા માલુમ પડેલ કે મેઈનટેનન્સનો કોન્ટ્રાકટ દર વર્ષે મુદત પુર્ણ થાય તે પહેલા આપી દેવામાં આવતો હોય છે. તેવી જ રીતે ટેન્ડર પ્રકિયા પણ હાથ ધરાય છે. પરંતુ આ વખતે રોજીંદી જરૂરીયીાત માટેની લીફટના મેઈનટેન્સનું ટેન્ડર કરવાનું અધિકારીઓ ભુલી જતાં અરજદારો પરેશાન થઈ ઉઠ્યા હતાં.
લીફટ બંધ હોવાથી પગથીયા ચડતા અમુક આખા બોલા અરજદારોએ જણાવેલ કે સત્તાધારી પક્ષ પોતાની જવાબદારીના બદલે પક્ષના કાર્યક્રમોમાં વ્યસ્ત થઈ ગયેલ છે. જેની સામે અનેક વિભાગો હાલમાં ઈન્ચાર્જ અધિકારી હેઠળ ચાલતા હોવાથી કામનું ભારણ વધી જતાં લીફટનું ટેન્ડર કરવાનું ભુલી ગયા હોય તેમ લાગી રહ્યું છે. જેની સામે આજે પદાધિકારીઓએ પણ પગથીયા ચડવા પડેલ છે. જેથી અરજદારો ખુશી સાથે ગમ પણ જોવા મળ્યો હતો.