ધંધો નહીં ચાલતા દેવામાં ડૂબેલા ખાણીપીણીના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
શહેરમા ગ્રીનલેન્ડ ચોકડી પાસેના આવાસ યોજનાનાં કવાર્ટરમા રહેતા અને રેસકોર્ષમા ખાણીપીણીની લારી ચલાવતો યુવાન કામ ધંધો નહી ચાલતા દેવામા ડુબી ગયો હતો. દેવામા ડુબેલા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ લોકમાન્ય તિલક આવાસ કવાર્ટરમા રહેતા મહેન્દ્ર બલબહાદુર સોની નામનો 40 વર્ષનો નેપાળી યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરનાં ચારેક વાગ્યાનાં અરસામા ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા મહેન્દ્ર સોની પાંચ ભાઇ એક બહેનમા નાનો છે. અને તેને સંતાનમા એક પુત્ર અને બે પુત્રી છે. મહેન્દ્ર સોની રેસકોર્ષમા પંજાબી ચાઇનીઝની લારી ચલાવે છે. પરંતુ કામ ધંધો નહી ચાલતા દેવુ વધી ગયુ હતુ. જેનાં કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.