મનપા ઉપર 123.27 કરોડનું દેવું
મહાનગરપાલિકાનું આજે ડ્રાફ્ટ બજેટ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તેમજ વિશ્ર્વબેંક સહિતની લોનનું રૂા. 123.27 કરોડનું દેવું હોવાનું સુચવવામાં આવ્યું છે. જે પૈકી 39 વર્ષ પહેલા ટ્રેન મારફત મહાનગરપાલિકાએ પીવાનું પાણી મગાવેલ તેમાં રૂા. 1715.34 લાખની રકમ આજે પણ ચુકવાઈ નથી અને આ વિવાદ ઉભો હોય હવે સંભવત ગ્રાન્ટમાં ગણવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે.
વિશ્વ બેંક તરફથી રાજ્ય સરકાર દ્વારા પાણી પૂરવઠા બોર્ડને મળેલ રૂૂ. 543 લાખની તેમજ 1986-87 ની અછતમાં પાણીની કટોકટી વખતે ટ્રેઈન દ્વારા રાજ્ય સરકારે પાણી પૂરૂૂ પાડેલ તેના રૂૂ. 1715.34 લાખની રકમ વિવાદમાં છે. આ રકમને ગ્રાંટ તરીકે ગણવા અંગે સરકારશ્રી સાથે યોગ્ય રજૂઆત ચાલુ છે. કેન્દ્ર સરકારની AMRUT--2.0 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાએ રજુ કરેલ પ્રોજેક્ટના રાજકોટ મહાનગર પાલિકાના ફાળાની રકમ ભરપાઈ કરવાના ભાગરૂૂપે રૂૂ. 100 કરોડના બોન્ડ 21મી ઓક્ટોબર, 2024ના રોજ ગજઊ મારફત ઇશ્યુ કરવામાં આવેલ હતા. આ બોન્ડ ઇસ્યુ કરવાના કામ માટે આખરી ઓપ અપાયાની સાથે ઇસ્યુ ખૂલતાં જ રોકાણકારો જાણે રાહ જોતાં હોય તેમ ઇસ્યુ 05 ગણો ભરાઈ ગયો હતો. જેમાં માત્ર 7.90% ટકા વ્યાજ દરે રાજકોટ મહાનગર પાલિકાને કેપિટલ માર્કેટમાંથી રકમ સફળતાપૂર્વક રેઈઝ કરવામાં આવેલ. જેમાં રૂૂ. 13 કરોડના કેન્દ્ર સરકારના ઇન્સેન્ટિવ બાદ કરતા માત્ર 4.63%ના વ્યાજદર ચુકવવું પડશે, જે ફિક્સ ડીપોઝીટ કરતા પણ ઓછા વ્યાજદરે રાજકોટ મહાનગર પાલિકાને બોન્ડની રકમ મળેલ છે. આમ, રાજકોટ મહાનગર પાલિકાના પ્રથમ બોન્ડને રોકાણકારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે.