કોઠારિયામાં કોમ્યુનિટી હોલ બનાવવા 28 મકાનો તોડવાની નોટિસથી દેકારો
રણુજાધામ અને શિવધામ સોસાયટીના રહીશો દ્વારા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત
મહાનગરપાલિકા દ્વારા કોઠારિયા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવા નિર્ણય લઈ કોઠારિયા ટીપી સ્કીમ નં. 12માં અંતિમ ખંડ નંબર 42 સામાજીક માળખાના હેતુના પ્લોટ ઉપર કોમ્યુનિટી હોલની તૈયારી આરંભી છે. પરંતુ આ પ્લોટ ઉપર વર્ષોથી રણુજા ધામ અને શિવધામ સોસાયટીના નામે મકાનો બની ગયેલ હોય 28થી વધુ મકાનો ગેરકાયદેસર હોવાનું જણાવી તોડી પાડવા માટેની નોટીસ આપતા સોસાયટીના રહીશોએ આજે કોર્પોરેશનની સેન્ટ્રલઝોન કચેરી ખાતે ધસી જઈ આ વિસ્તારમાં ઘણા પ્લોટ ખાલી પડ્યા છે. ત્યાં કોમ્યુનિટી હોલ બનાવો અને અમારા મકાનો ન તોડો તેવી ઉગ્ર રજૂઆત મ્યુનિસિપલ કમિશનરને કરી હતી.
સોસાયટીના રહીશોએ રજૂઆત કરી જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા ખાતે વોર્ડ નંબર 18 ના રહેવાસીઓ ને કોર્પોરેશન દ્વારા શિવધામ સોસાયટી ની અંદર તથા રણુજા ધામ ે કોમ્યુનિટી હોલ ના નામે 50થી પણ વધારે મકાન ધારકોને રાજકીય ઈશારે નોટિસ આપતા વોર્ડ નંબર 18 કોંગ્રેસના આગેવાન નરેશ ગઢવી ની આગેવાનીમાં આજરોજ કોર્પોરેશન ખાતે 50 થી પણ વધારે મહિલાઓને પુરુષો કમિશનરને રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા સાથે જનક કાર્યક્રમ રૂૂપે મકાનના પ્રતિક લઈને રજૂઆત કરવા આવ્યા હતા કે અમારા મકાન નો ભાવ વોર્ડ નંબર 18 માં અનેક એવા રિઝર્વેશન પ્લોટ હોય તો આ મકાનો પાડી કોમીયો યુનિટી હોલ બનાવવાની શું જરૂૂર છેલ્લા 25 25 વર્ષથી રહેતા લોકોને બે ઘર ન કરવા જણાવ્યું હતું.
કોઠારિયા રોડ ઉપર આવેલ શિવધામ અને રણુજાધામ સોસાયટીના રહીશોએ ડિમોલેશન કામગીરીનો વિરોધ કરી મ્યુનિસિપલ કીમશનરને રજૂઆત કરી જણાવેલ કે, અમો ને નોટીસમા વર્ણવેલ કે, અમો ની કબ્જામા આવેલ જમીન ટી.પી.સ્કીમ નં.12 કોઠારીયાના અંતિમખંડ નં.42/એ સામાજીક માળખાના હેતુના અનામત પ્લોટ માં ભળે છે. જેનુ અંદાજીત ક્ષેત્રફળ કટલુ આવેલ આવેલ છે તે હકીકત અધુરી તથા અસ્પષ્ટ હોય તેનો આથી અમો બધા ઈન્કાર કરીએ છીએ. ખરી હકીકતે અમો બધા ઉપરોકત સ્થળે આશરે 23 વર્ષો થી વધારે સમય થી અમોના પરીવાર સાથે રહતા હોય અને ગુજરાન ચલાવીએ છીએ અમો બધા મજુરી કામ કરીએ છીએ. અમો ઉપરોકત જગ્યાએ અમો ઉપર દર્શાવેલ સોસાયટીમા વર્ષેથી રહેતા હોય અમો ને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટી.પી.સ્કીમ (ડ્રાફટ) કરતી વખતે અમો ને કોઈપણ પ્રકારની લેખીત નોટીસ દ્રારા જાણ કરાવમા આવેલ ન હોય કે અમો ના કોઈ વાંધા મંગાવામાં આવેલ ન હોય તેથી પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોટીસ આઘાર પુરાવા વગરની તથા ગેરકાયદેસર આપવામાં આવેલ હોય જેથી તે રદ થવાને પાત્ર છે.
તેમજ સદરહું ટી.પી. સ્કીમ આપની નોટીસમા જણાવ્યા મુજબ તા. 14/07/2023 ના આખરી મંજુર થઈ અમલમા આવેલ હોય ત્યારબાદ આટલા લાંબા ગાળા બાદ નોટીસ પાઠવવામા આવેલ હોય રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આપવામા આવેલ નોટીસ ને સમય મર્યાદાના કાયદાનો બાધ હોય તેમ છતા પણ રાજકોટ મહાનગરપાલિકા દ્રારાએ નોટીસ આપેલ હોય જેથી અમો ને નોટીસ આપેલ હોય તે ખોટી અને ગેરકાયદેસરની આપેલ હોય તે આ અરજી આપવાનુ કારણ ઉપસ્થીત થયેલ છે.