For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચારેય વેદનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરનાર પદ્મશ્રી દયાળુમુનિનું નિધન

04:34 PM Nov 14, 2024 IST | Bhumika
ચારેય વેદનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરનાર પદ્મશ્રી દયાળુમુનિનું નિધન
Advertisement

ગુજરાતી સાહિત્ય જગત માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. દયાળજી માવજીભાઇ પરમારનું 89 વર્ષે આજે ગુરૂૂવારે નિધન થયું છે. તેઓ મોરબીના ટંકારા ખાતે રહેતા હતા. તેમણે ચારેય વેદનું ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યું હતું. આ ઉપરાંત તેમણે આયુર્વેદ ક્ષેત્ર પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમને પદ્મશ્રી પુરસ્કારની સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે સાંજે 4 વાગે તેમની અંતિમયાત્રા નીકળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે દયાળમુનિની તબિયત લથડતાં તેમને રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે 89 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત નાજૂક હતી. તેમના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતને આઘાત પહોંચ્યો છે. આજે સાંજે ચાર વાગે તેમની અંતિમ યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

દયાળમુની તરીકે જાણીતા દયાળજી માવજીભાઈ પરમારનો જન્મ 28 ડિસેમ્બર 1934ના રોજ મોરબીના ટંકારામાં તહ્યો હતો. તેઓ એક સંસ્કૃત શિક્ષક, લેખક ઉપરાંત સમાજ સુધાર અને શ્રેષ્ઠ વૈદ્ય હતા. દયાળમુનિને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દયાળમુનિએ ચારેય વેદના મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને આઠ પુસ્તકો સમર્પિત કર્યા હતા. તેમણે અનેક પુરસ્કારો મળી ચૂક્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement