For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બગદાણા ગુરુ આશ્રમ પરિવારના મોભી પૂ.મનજીબાપાનું નિધન

01:20 PM Feb 14, 2024 IST | Bhumika
બગદાણા ગુરુ આશ્રમ પરિવારના મોભી પૂ મનજીબાપાનું નિધન

Advertisement

પાર્થિવ દેહ દર્શનાર્થે રાખવામાં આવ્યો, આવતીકાલે સાંજે અંતિમયાત્રા નીકળશે

બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી અને સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાના અનન્ય ભક્ત શ્રી મનજી દાદા નો દેહ વિલય થતા ભક્તજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. બગદાણા ખાતે આવતીકાલના બપોર સુધી તેઓના પાર્થિવ દેને દર્શનાર્થે રાખવામાં આવશે અને કાલે સાંજે તેઓની અંતિમ યાત્રા નીકળશે.

Advertisement

ભાવનગર જિલ્લાના બગદાણાના ગુરુ આશ્રમ મોભી પૂજ્ય શ્રી મનજીદાદા (મેનેજિંગ ટ્રસ્ટી, ગુરૂ આશ્રમ, બગદાણા) આજરોજ તા.14 ના રોજ પરમશકિત પરમાત્મામાં વિલીન થઈ ગુરુચરણ પામેલ છે.પૂજ્ય મનજીદાદના પાર્થિવ દેહના અંતિમ દર્શન બગદાણા મુકામે તા: 14/02/2024 ના રોજ સાંજે 4.00 કલાક થી તા.15/02/2024 ના રોજ બપોરે 3.00 કલાક સુધી રાખેલ છે. પૂજ્ય મનજી દાદાની અંતિમ યાત્રા તારીખ 15/02/24ના રોજ બપોરે 3.00 કલાકે નીકળશે. સ્થળ: બગદાણા, તા: મહુવા, જીલ્લો: ભાવનગર.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી પૂ.બાપાને શોકાંજલિ પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ બગદાણા આસામના મોભી પૂજ્ય મનજી બાપા ના અવસાન પ્રત્યે ટ્વિટ કરી શોકાંજલિ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં જણાવ્યું છે કે ગુરુ આશ્રમ, બગદાણાના પૂજ્ય મનજી દાદાના અવસાનના સમાચારથી દુ:ખી છું. સમાજસેવા ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. ઈશ્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના મમ...

Advertisement
Tags :
Advertisement
Advertisement