રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દડિયા ગામ પાસે વીજથાંભલેથી પટકાયેલા વીજહેલ્પરનું મોત

12:07 PM Aug 12, 2024 IST | admin
Advertisement

વીજ આંચકો લાગતા નીચે ગબડયો તો

Advertisement

જામનગર તાલુકાના દડીયા અને નારણપર ગામની વચ્ચે વીજ લાઈનનું સમારકામ ચાલી રહ્યું હતું, જે દરમિયાન વિજ પોલ પર સમારકામ કરી રહેલા પીજીવીસીએલના હેલ્પરને વિજઆંચકો લાગ્યો હતો, અને નીચે પટકાઈ પડ્યા પછી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. જે મામલે વિજ તંત્રની ટીમ તેમજ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રાજીવ નગર વિસ્તારમાં રહેતો અને પીજીવીસીએલમાં હેલ્પર તરીકે કામ કરતો જયેશ ધનજીભાઈ ભાંભી નામના 37 વર્ષનો વીજકર્મી યુવાન ગત 17.72024 ના રાત્રીના ત્રણેક વાગ્યાના સમયે જામનગર સમાણા રોડ પર દડીયા ગામ પાસે પીજીવીસીએલના થાંભલા પર ચડીને નાઈટ ડ્યુટી દરમિયાન સમારકામ કરી રહ્યો હતો.

દરમ્યાન અકસ્માતે તેને વિજ આંચકો લાગતાં થાંભલા પરથી નીચે પટકાઇ પડ્યો હતો, અને તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ વિજય ધનજીભાઈએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.જી. ઝાલાએ પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે,
જયારે આ બનાવ કઈ રીતે બન્યો છે, તે મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી છે. ઉપરાંત વિજ તંત્રની ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા પણ આ મામલે ખાતાકીય તપાસ શરૂૂ કરવામાં આવી છે.

Tags :
deathelectricity helpergujaratgujarat newsjamnagar
Advertisement
Next Article
Advertisement