ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જૂની અદાવતનો ખાર રાખીને માતા-પુત્ર પર ઘાતક હુમલો

11:59 AM Jul 31, 2024 IST | admin
Advertisement

રબ્બાની પાર્ક વિસ્તારના બનાવ અંગે ફરિયાદ નોંધાઇ

Advertisement

જામનગરમાં કાલાવડ નાકા બહાર રબ્બાની પાર્ક વિસ્તારમાં રહેતા માતા-પુત્ર પર જૂની અદાવત નું મનદુ:ખ રાખીને ત્રણ શખ્સોએ હુમલો કરી દેતાં બંનેને ઇજાગ્રસ્ત અવસ્થામાં જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસ તંત્ર આ બનાવ બાદ દોડતું થયું છે, અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ રબાની પાર્ક વિસ્તારમાં રહેતા સાબેરા રફીકભાઇ મેમણ તથા મોઇન રફીકભાઇ મેમણ, જે બન્ને માતા-પુત્ર પર જૂની અદાવતને ખાર રાખીને સદામ ટકો, સાહિલ મોદી અને ઇનાયત પીંજારા નામના ત્રણ લુખ્ખા તત્વો દ્વારા ઘાતક હુમલો કરાયો હતો. ત્યારબાદ માતા સાબેરા તથા પુત્ર મોઇન બન્ને ને સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ ની જાણ થતાં સિટી-એ ડિવિઝનનો પોલીસ કાફલો જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો, તેમજ હુમલા ના બનાવ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઇ છે.

Tags :
attactgujaratgujarat newsjamnaagrnewsjamnagar
Advertisement
Next Article
Advertisement