For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકમેળામાં બાકી રહેલા સ્ટોલ માટે આવતીકાલ સુધી ફોર્મ લેવા-ભરવાની મુદત લંબાવાઇ

03:59 PM Jul 30, 2025 IST | Bhumika
લોકમેળામાં બાકી રહેલા સ્ટોલ માટે આવતીકાલ સુધી ફોર્મ લેવા ભરવાની મુદત લંબાવાઇ

લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્ષ મેદાન ખાતે તા.14/08/25 થી તા.18/08/25 દરમ્યાન યોજાનારા લોકમેળામાં બાકી રહી ગયેલા સ્ટોલ/પ્લોટ મેળવવા માટેની મુદતમાં બે દિવસનો વધારો કરાયેલ છે. જે મુજબ કેટેગરી -અ (ખાણીપીણી મોટી) અને કેટેગરી-ઇ1 કોર્નર (ખાણીપીણી) ના સ્ટોલ/પ્લોટ માટેની હરરાજી તથા કેટેગરી-ડ (આઈસ્ક્રીમ) કેટેગરી-ઇ (બી-રમકડા)ના સ્ટોલ/પ્લોટ માટેના ડ્રો માટે નવા ફોર્મ ભરવા ઈચ્છુક તથા અગાઉ ફોર્મ પરત કરવા રહી ગયેલ હોય, તેઓ તા.30/07/2025 તથા તા.31/07/2025 ના રોજ કચેરી સમય દરમ્યાન ફોર્મ મેળવી તથા ભરીને પરત આપી શકશે. ઉપરોકત કેટેગરીમાં વહીવટી અનુકુળતા મુજબ ફેરફાર કરી શકાશે, તેની તમામ સબંધકર્તાઓએ નોંધ લેવા લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટ(શહેર-1)ની યાદીમાં જણાવાયું છે.

Advertisement

રાજકોટમાં યોજાનાર લોકમેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ખાસ કરી આ વખતે લોકમેળામાં લોકમેળામાં અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવશે તેમજ રાજકોટ જિલ્લા વહીવટી દ્રારા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે, દિન દયાળ, જંકશન અને ટેક્સટાઇલ સબસ્ટેશનોમાંથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે, જેથી મેળાના સ્ટોલ, યાંત્રિક રાઈડ્સ, લાઈટિંગ અને અન્ય સુવિધાઓને પૂરતી વીજળી મળી રહે.કલેકટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મેળામાં વીજ સપ્લાય માટે કુલ 90 કિલોવોલ્ટના 17 કનેક્શન આપવામાં આવશે, 5 કિલોવોલ્ટના 10 થી 15 કનેક્શન અને 50 કિલોવોલ્ટનું 1 કનેક્શન તૈનાત કરવામાં આવશે. આ વિશાળ વીજ માળખું મેળાની ભવ્યતા અને જરૂૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ હશે. 17 જેટલા ટ્રાન્સફોર્મર પણ લગાવવામાં આવશે.વીજળી સંબંધિત કોઈપણ આકસ્મિક સમસ્યા જેવી કે લાઈટ ગુલ થવી કે અન્ય ઇમરજન્સી ઘટનાઓ માટે, પોલીસ હેડક્વાર્ટર ગેટ પાસે PGVCL નો કંટ્રોલ રૂૂમ રાખવામાં આવશે. આ કંટ્રોલ રૂૂમમાં PGVCLના HT2 ડિવિઝન, બેડીનાકા અને અન્ય સબડિવિઝનમાંથી 100થી વધુ કર્મીઓ તૈનાત રહેશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement