રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પીપરટોડા ગામે મકાનમાં આગ લાગતાં પુત્રીનો કરિયાવર સળગી ગયો

12:54 PM Dec 24, 2024 IST | Bhumika
Advertisement

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં એક પાનના વેપારી ના રહેણાંક મકાનમાં આગ લાગી છે, અને તેના પર આભ તૂટી પડ્યું છે.

Advertisement

પોતાની મહા મહેનતે એકત્ર કરેલી રકમમાંથી પુત્રીના લગ્ન માટેનો રૂૂપિયા ચાર લાખ જેટલો કરિયાવરનો સામાન એકત્ર કરીને એક રૂૂમમાં રાખ્યો હતો, જે રૂૂમમાં દીવાની ઝાળ ના કારણે આગ લાગતાં તમામ કરિયાવર ભસ્મિભૂત થયો હતો, તેથી ભારે નુકસાની થઈ છે.

જામનગર મહાનગરપાલિકાની ટીમ તથા આસપાસના લોકો એ એકત્ર થઈ આગને બુઝાવી હતી.
આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા તેમજ છૂટક મજૂરી કામ કરતા એદુભા દેવુભા જાડેજા નામના વેપારી કે જેઓની પુત્રી પ્રિયાબા (ઉંમર વર્ષ 23) કે જેના થોડા સમય બાદ લગ્ન યોજાયા છે, જે લગ્નની તૈયારીના ભાગરૂૂપે લાંબા સમયથી એકત્ર કરેલી અંદર જે રૂૂપિયા ચારેક લાખની રકમ માંથી કરિયાવરનો સામાન એકત્ર કરીને પોતાના રૂૂમમાં રાખ્યો હતો.

જેનું સગપણ જામનગર તાલુકાના મોટી બાંઉગાર ગામે થયું હતું, અને ત્યાં શાસરા પક્ષમાં કરિયાવરનો સામાન મોકલવા માટેનું કહ્યું હતું, પરંતુ હાલમાં ત્યાં કલર કામ વગેરે ચાલતું હોવાથી થોડાક દિવસ પછી સામાન લઈને આવવા જણાવ્યું હતું.

દરમિયાન ગઈકાલે સાંજે 6.30 વાગ્યાના અરસામાં દીવો કરવાની ઝાળ લાગવાથી કરિયાવર રાખેલા રૂૂમમાં આગ લાગી ગઈ હતી, અને તમામ સામાન સળગ્યો હતો. જેમાં લાકડા ની સેટી, ટીપાઈ, ગાદલા, ગોદડા, ઓછાડ, કબાટ વગેરે ફર્નિચર, 36 જેટલી સાડી તથા અન્ય કપડા અને ઘરવખરી નો સામાન વગેરે સળગી ઊઠ્યો હતો.
આ બનાવથી ભારે દેકારો થઈ ગયો હતો, અને આસપાસના લોકો એકત્ર થયા હતા.

જે લોકોએ પાણીની ડોલ વગેરે લાવીને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો.
આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ને પણ જાણ કરવાથી ફાયર શાખાની ટુકડી તુરતજ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને આગને બુઝાવી હતી.પરંતુ તે પહેલા તમામ ફર્નિચર વગેરે તેમજ અન્ય સામાન બળીને ખાખ થયો હતો, જેથી રાજપૂત પરિવારમાં આગના આ બનાવને લઈને ભારે ગમગીની ફેલાઈ છે.

Tags :
firegujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement