સ્કૂલે જવામાં મોડું થતા પિતાએ ઠપકો આપતા પુત્રીનો એસીડ પી આપઘાતનો પ્રયાસ
સંજયનગરની ઘટના: સ્કૂલે જવા નિકળેલી સગીરાને રસ્તામાં બહેનપણી મળી જતા વાતોમાં મશગૂલ થઇ જતા મોડુ થયુ’તુ
શહેરમાં સંતકબીર રોડ પર આવેલા સંજયનગરમાં રહેતી સગીરા સ્કૂલ જતી હતી ત્યારે રસ્તામાં બહેનપણી મળી જતા વાતોમાં મશગૂલ થઇ ગય હતી. જેના કારણે સ્કૂલ જવામાં મોડુ થતા પિતાએ ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતા સગીરાએ એસીડ પી લીધુ હતું. સગીરાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સંત કબીર રોડ પર સંજયનગરમાં રહેતી 16 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે બપોરના દોઠેક વાગ્યાના અરસામાં એસીડ પી લીધુ હતું. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં સગીરા ઘરેથી સ્કૂલ જવા નીકળી હતી ત્યારે રસ્તામાં બેહનપણી મળી જતા વાતોમાં મશગૂલ થઇ ગય હતી. જેના કારણે સગીરાને સ્કૂલે જવામાં મોડુ થયુ હતું. જેથી પિતાએ ઠપકો આપ્યો હતો. પિતાએ આપેલા ઠપકાથી માઠુ લાગતા સગીરાએ એસીડ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
