For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૂડા આવાસ યોજનાની 16 દુકાનોની તા. 10મીએ હરાજી

05:18 PM Sep 05, 2024 IST | Bhumika
રૂડા આવાસ યોજનાની 16 દુકાનોની તા  10મીએ હરાજી
Advertisement

રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) હેઠળ પરિશ્રમ કો.ઓપરેટીવ હાઉસિંગ સર્વિસ સોસાયટી, સંસ્કૃતિ પાર્ટી પ્લોટ, ઇસ્કોન મંદિર પાછળ, કાલાવડ રોડ, મુંજકા, રાજકોટ ખાતે નિર્માણધિન 64 દુકાનો પૈકી કોમર્શીયલ-2 કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફલોરની 16 દુકાનો (11 દુકાન+5 સ્ટોલ)ની જાહેર હરરાજી તા.10/09/2024, સમય: સવારે 10:00 કલાકે સાઈટ પર રાખવામાં આવેલ છે. આ દુકાનોનો કારપેટ એરીયા 05.05 ચો.મી થી લઇ 14.29 ચો.મી સુધીનો છે. આ જાહેર હરરાજીમાં ભાગ લેવા માટે નાગરિકો દ્રારા તા.09/09/2024નાં રોજ સમય 3:00 વાગ્યા સુધીમાં ડી.ડી. અથવા ચેક અત્રેની કચેરીએ જમા કરાવી જાહેર હરરાજીમાં ભાગ લઇ શકશે. જાહેર હરરાજીની શરતો અને બોલીઓ અત્રેની કચેરીની વેબ સાઈટ ૂૂૂ.ફિષસજ્ઞિીંમફ.ભજ્ઞળ પર જોવા મળશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement