ફાયર વિભાગમાં ફરી અંધારું: ઈન્ચાર્જ અમિત દવેનું રાજીનામું
તાજેતરમાં સીએફઓનો ચાર્જ નહીં સંભાળી શકાય તેવો પત્ર કમિશનરને પાઠવેલ જેનો જવાબ આવે તે પહેલાં પારિવારિક સમસ્યા અંતર્ગત આજરોજ રાજીનામું ધરી દીધું
મહાનગરપાલિકાના નામથી અને કામથી ગરમ ફાયર વિભાગનું હેડ બનવા કોઈ તૈયાર નથી. અત્યાર સુધી સીએફઓનો ચાર્જ સંભાળનાર લોકો અન્ય સ્થળે અટવાઈ ગયા છે. ત્યારે ના છૂટકે મ્યુનિસિપલ કમિશનરે ક્લાસ-3 અધિકારી અને સ્ટેશન ઓફિસર અમિત દવેને સીએફઓ તરીકે ચાર્જ આપ્યો હતો. પરંતુ તેઓએ કૌટુંબીક કારણોસર ચાર્જ લેવાની ના પાડી એકસપ્તાહ પહેલા પત્ર પાઠવ્યો હતો અને આજે તમામ પદ ઉપરથી રાજીનામું આપી દેતા ફાયર વિભાગ ફરી વખત નધણિયાતીસ્થિતિમાં મુકાઈ ગયું છે.
રાજકોટનાં ઝછઙ ગેમ ઝોનમાં ગત 25 મેના રોજ આગ ભભૂકી ઉઠી અને 27 નિર્દોષો જીવતા ભુંજાઈ ગયા હતા, જેમાં ફાયર NOC નહીં હોવાને લઇ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને જેલહવાલે કરાયા હતા. આ પછી તેમની જગ્યાએ કચ્છથી મૂકાયેલા ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાઈ જતા તેમને પણ જેલહવાલે કરવામાં આવ્યા છે.
બાદમાં અમદાવાદનાં કલાસ-1 ઓફિસરની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ, તેમણે ચાર્જ નહીં સંભાળતા ફાયર ગઘઈની કામગીરી લાંબા સમયથી ઠપ્પ હતી જેને લઈ મ્યુ. કમિશનર દ્વારા કલાસ-3 ઓફિસર અમિત દવેને ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને તેમણે ચાર્જ પણ સંભાળી લીધો હતો.
જો કે, હવે અમિત દવેએ અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે. હાલ તેઓ 90 દિવસના નોટિસ પિરીયડ પર છે.અમિત દવેનું 90 દિવસમાં રાજીનામું મંજૂર ન થાય તો આપોઆપ તેઓ ફરજ મુક્ત થશે. રાજકોટ મહાનગરપાલિકાના એક બાદ એક અધિકારીઓ રાજીનામું આપી રહ્યા છે.
અત્યારસુધીમાં 15 જેટલા અધિકારીઓ રાજીનામું આપી ચૂક્યા છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ કોઈપણ અધિકારી જવાબદારી લેવા માગતા નથી. મને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારી છે અમિત દવેએ જણાવ્યું હતું કે, મારી તબિયત સારી ન રહેતી હોવાના કારણે મેં રાજીનામું મૂક્યું છે. મને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારી છે. મારા પિતાનું 15 દિવસ પહેલા અવસાન થયું છે. માતાની તબીયત સારી નથી. પારિવારિક કારણોસર રાજીનામું મૂક્યું છે.
સ્ટેશન ઓફિસર તરીકે મારી જવાબદારીમાંથી રાજીનામું મૂક્યું છે. ફાયરના કર્મચારીઓ ઉપર કામનું બર્ડન છે. સ્ટાફની અછત હોવાના કારણે કર્મચારીઓ ઉપર કામનું બર્ડન છે, મને કોઈ રાજકીય પ્રેશર નથી. હું ફકત પારિવારિક જવાબદારીઓ વ્યવસ્થિત નિભાવી શકુ તે માટે રાજીનામું આપુ છું તેમ અંતમાં અમિતભાઈ દવેએ જણાવ્યું હતું.