For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દરેડ જી.આઈ.ડી.સી. રોડ પરથી વધુ એક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું

12:34 PM Sep 28, 2024 IST | Bhumika
દરેડ જી આઈ ડી સી  રોડ પરથી વધુ એક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું
Advertisement

જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. રોડ પર એક દુકાન પાસેથી ગેરકાયદેસર ગેસના બાટલાનું રિફિલીંગ કૌભાંડ એસ.ઓ.જી. ની ટીમે ઝડપી લઈ એક શખ્સની 7 રાંધણ ગેસના નાના મોટા ખાલી અને ભરેલા બાટલા સહિતના મુદામાલ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી આરંભી હતી.

જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. રોડ પર એક પ્રોવિઝન સ્ટોર ની બાજુમાં એસ.ઓ.જીની ટુકડીએ દરોડો પાડયો હતો. અહીં મસિતિયા ગામનો અજીમ યુસુફભાઈ ખીરા નામનો શખ્સ માણસોની જિંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદેસર ગેસના ભરેલા બાટલામાંથી ખાલી બાટલામાં રિફીલીંગ કરી ગેરકાયદેસર વેચાણ કરતો હોય તેમજ કોઈપણ સુરક્ષાના સાધનો વગર મોટી સંખ્યામાં અડધા ભરેલા મોટા બાટલા નંગ 3 તથા અન્ય 2 ખાલી બાટલા અને બે મોટા ભરેલા બાટલા, રીફિલીંગની ઈલેકટ્રીક મોટર તથા વજન કાંટો વિગેરે સાધનો મળી આવતા કુલ મળી રૂૂા. 14,000નો મુદામાલ કબ્જે કરી લઈ આરોપીની ધરપકડ કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement