ડર કે આગે જીત હૈ, વડોદરામાં બાઇક ઉપર મગરનું રેસ્ક્યૂ!
વાહનની વ્યવસ્થા નહીં થતા બાઇક ઉપર મગરને લઇ ગયા
વડોદરામાં ઠેરઠેર મગરોના રેસ્ક્યૂ કરવાની ઘટનાઓ વચ્ચે એક અલગ જ રેસ્ક્યૂ જોવા મળ્યું છે. જેમાં એક મહાકાય મગરનું રેસ્ક્યૂ કરી સ્કૂટર પર લઇ જતા બે યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વન વિભાગના કર્મચારીઓએ સ્કૂટર પર મગરને સલામત સ્થળે લઇ જવાની ફરજ પડી હતી.
સંખ્યાબંધ મગરો તેમાં વસવાટ કરે છે. જયારે જયારે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે ત્યારે ત્યારે વિશ્વામિત્રી નદીના પાણીની સાથે સાથે તેમના વસવાટ કરતા નાનાથી લઈને મોટા મગરો પણ શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં ઘુસી જતા હોય છે. અને હાલ પણ આ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રોજેરોજ મગરો કોઈના ઘરોમાં કે રોડ રસ્તા, સોસાયટીઓમાં ઘુસી આવ્યા હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે.
અત્યાર સુધીમાં બે ડઝનથી પણ વધારે માંગરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.પરંતુ આ બધા વચ્ચે એક એવા રેસ્કયુનો વિડીયો વયરલ થઇ રહ્યો છે. જેને જોઈને સૌકોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.સોશિયલ મીડિયા પર એક વિડીયો જબરજસ્ત વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયો વડોદરાનો હોવાનું કેહવાઈ રહ્યું છે. આ વીડિયોમાં બે યુવકો સ્કૂટર પર મગરનું રેસ્ક્યૂ કરીને લઇ જતા હોય તેવું જોવા મળે છે. વન વિભાગના કર્મચારીઓ દોરડા વડે મગરને બાંધીને સ્કૂટર પર લઈ જતા હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.