કેશોદમાં ખનીજોનું જોખમી પરિવહન, તંત્ર બેધ્યાન
કોઇનો ભોગ લેવાય પછી પગલાં ભરાશે?
કેશોદ તાલુકા ના ગામડાઓ માં ઘણી જગ્યા એ થી ખનીજો નું બેફામ , બેરોકટોક પરિવહન થતું જોવા મળી રહ્યું છે. ત્યારે આ દ્રશ્ય માં જોઈ શકાય કે ખનીજ ચોરી ના વાહનો બેફામ દોડતા જોવા મળી રહીયા છે ત્યારે એમ પરિવહન કરતા વાહન માં નંબર પ્લેટ પણ જોવા મળતી નથી ત્યારે અનેક સવાલો જવાબદાર તંત્ર સામે ઉભા થઇ રહીયા છે ? તો બીજી તરફ જૂનાગઢ ખાણ ખનીજ વિભાગ માત્ર ઉધરાણા સિવાય કોઈ કામ કરતા નથી તેવા સવાલો પણ લોક મુખે ચર્ચાઈ રહીયા છે અને તેને કારણે જ આવા દ્રશ્યો જોવા મળે છે.
ત્યારે ત્યારે શું ખનીજ વિભાગ ની કોઈ પરમીટ તંત્ર દ્વારા ચકાસણી થતી હશે કે શું ? તેવો પણ સવાલ લોકોમાં ઉઠવા પામ્યો છે તો બીજી તરફ આવા નંબર પ્લેટ વગર ના વાહનો પુર પાટ દોડી રહીયા છે ત્યારે રોડ રસ્તા પર આવા વાહનો દ્વારા કોઈ અકસ્માત સર્જાય અને અન્ય ની જિંદગી જોખમ માં મુકાઈ તો તેનું જવાબદાર કોણ?ત્યારે આવા પરિવહન પર તંત્ર દ્વારા બ્રેક લગાડશે કે કેમ ? તે જોવા નું રહ્યું ? તો બીજી તરફ આવા વાહનો નંબર પ્લેટ વિના દોડતા હોય ત્યારે તેને પકડવાની જવાબદારી કોની છે? તેવા અનેક સવાલો ને લયને કેશોદ તાલુકાના લોકોમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે
