ઉપલેટાના મેરવદર ગામે ડોક્ટર આંબેડકર જયંતી પ્રસંગે વિવાદ થતા દલિતોના ધરણા
ગઈકાલે 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 143 ની જયંતિ પ્રસંગ સમગ્ર દેશ ડોક્ટર બાબા સાહેબની જયંતિ ઉજવી રહ્યો હતો તેમના ભાગરૂૂપે ઉપલેટા તાલુકાના મેરવદર ગામે પણ દલિત સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઉજવવાનું દર વર્ષની માફક નક્કી કરાયું હતું દર વર્ષે મેરવદર હાઈસ્કૂલમાં અને ગ્રામ પંચાયતમાં રાખેલ ડોક્ટર બાબા સાહેબની તસવીરને આ લોકો ફુલહાર કરી અને ડોક્ટર આંબેડકર સાહેબની જન્મ જયંતીને ઉજવે છે પરંતુ આ વખતે જ્યારે બાબાસાહેબને ફૂલહાર કરવા દલિતો મેરવદર હાઇસ્કુલ એ પહોંચ્યા ત્યારે મેરવદર હાઈસ્કૂલ નો મુખ્ય ગેટ બંધ હોય દલિતોને આંબેડકર જયંતિ ઉજવવા ન દેવાનો હાઈસ્કૂલના ટ્રસ્ટીઓનું આ કાવતરું હોવાનું દલિત આગેવાન છગનભાઈએ પત્રકારોને જણાવ્યું હતું અને આ બાબતનો વિવાદ થતા મેરવદર ગામે રહેતા તમામ દલિત પરિવારો હાઈસ્કૂલના પટાંગણમાં પહોંચે અને ધરણા કર્યા હતા.
આ અંગે મેરવદર હાઈસ્કૂલનું સંચાલન કરતા ગ્રામ પંચાયતના સરપંચ મનસુખભાઈનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ હતું કે 14મી એપ્રિલે જાહેર રજા હોય હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રાજકોટ રહેતા હોય રાજકોટ ચાલ્યા ગયા હતા હાઈ સ્કુલની ચાવી પટાવાળાને આપતા ગયા હતા જ્યારે મેઇન ગેટ ખોલવા માટે ચાવી લઈને પટાવાળો પહોંચ્યો ત્યારે ભૂલથી મેઈન ગેટની ચાવી આપવાની રહી ગયેલ હતી જેથી મેઈન ગેટ ખુલી શકેલ નહોતો પરંતુ બાજુના નાના ગેટમાંથી લોકોએ જઈ અને આંબેડકરને ફુલહાર કરેલા પણ હતા ફુલહાર કર્યા બાદ ત્યાંથી બીજી જગ્યાએ ફૂલહાર કરવા ગયા હતા. આ અંગે કોઈ પણ જાતનો વિવાદ જે તે વખતે થયો નહોતો પરંતુ કેટલાક લોકોએ આ બાબતને રાજકીય રંગ આપવા પાછળથી લોકોને ઉશ્કેરી અને હાઈસ્કૂલના પટાંગણમાંમાં ધરણા કરવા માટે બેસાડેલ હતા.સમગ્ર બાબતમાં સંચાલકોનો બાબાસાહેબને ફૂલહાર કરતા અટકાવવાનું કોઈ ઈરાદો નહોતો ફૂલહાર કરવામાં પણ આવેલા પરંતુ કેટલાક આગેવાનોએ આ બાબતને રાજકીય રંગ આપેલ છે જે દુ:ખદ બનાવ છે જોકે અંતે ઘીના ઠામમાં ધી પડી ગયું હતું નાના ગામમાં વાતાવરણ ન બગડે એ માટે આગેવાનો અને પોલીસે સમજાવટથી મામલાને સુલજાવેલ હતો