ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે દલિતોનો મોરચો, સોમવારે સ્વાભિમાન સંમેલન

06:01 PM Sep 13, 2025 IST | Bhumika
oplus_2097152
Advertisement

પડતર માગણીઓનો પડઘો પાડવા એપ્રિલ-2026 સુધી સૌરાષ્ટ્રભરમાં જાગૃતિ અભિયાન, 18 એપ્રિલે રાજકોટ અથવા ગાંધીનગરમાં ‘મહાપંચાયત’નું એલાન

Advertisement

સંમેલન બાદ મ્યુનિ. કોર્પોરેશન ભવનમાં ડો. બાબાસાહેબ આંબેડકરનું તૈલ ચિત્ર સ્થાપિત કરશે, ઘર્ષણ થવાના એંધાણ

રાજકોટમાં અનુ. જાતિ સમાજનાં વિવિધ પડતર પ્રશ્નોને લઇને સર્વપક્ષિય અનુસુચિત જાતિ અધિકાર આંદોલન સમિતિએ મહાનગર પાલિકા - નગર પાલિકાઓની ચૂંટણી પહેલા જ મોરચો ખોલ્યો છે અને આગામી તા. 15 ને સોમવારના રોજ રાજકોટમા રૈયા રોડ ઉપર છોટુનગર સામે આવેલ હોટલ મિન્ટમા ‘દલિત સ્વાભિમાન સંમેલન’ નુ આયોજન કરવામા આવેલ છે.ગુજરાત મિરરની મુલાકાતે આવેલા આયોજક ટીમના સભ્યોએ જણાવ્યુ હતુ કે , આ ‘દલિત સ્વાભિમાન સંમેલન’ માં ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકર તેમજ દિલ્હી સરકારના પુર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્રપાલ પણ ઉપસ્થિત રહેશે . હાલ આ સંમેલનમા રાજકોટ શહેરનાં દલિતો હાજર રહેશે અને રાજય સરકારને વિવિધ મુદે અલ્ટિમેટમ આપશે . જો સરકાર દ્વારા દલિતોની પડતર માંગણીઓ સંતોષવામા નહીં આવે તો તા. 15/9/2025 થી તા. 18/04/2026 સુધી સૌરાષ્ટ્રભરમા દરેક શહેર - જિલ્લામા મીટિંગો , સભા , રેલીઓ યોજી જાગૃતિ અભિયાન ચલાવાશે અને તા. 18/04/2026 ના રોજ રાજકોટ અથવા ગાંધીનગરમા ‘મહા પંચાયત’ નું આયોજન કરવામા આવશે.

આ મહાપંચાયતમા અનુસુચિત જાતિ, આદિવાસી અને ઓબીસી સમાજના માયાવતી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ ઉપરાંત લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સહિતના રાષ્ટ્રીય નેતાઓને પણ આમંત્રણ આપવામા આવશે . તેમણે સ્પષ્ટ કર્યુ હતુ કે , આ કોઇ રાજકીય નહીં પરંતુ માત્ર દલિત સમાજને થતા અન્યાય સામેની સામાજિક લડાઇ છે. અમારી કમિટિમા તમામ રાજકીય પક્ષોના નેતાઓનો સમાવેશ કરાયો છે.
આયોજક સમિતિએ એલાન કર્યુ હતુ કે , સોમવારે યોજાનાર દલિત સ્વાભિમાન સંમેલન બાદ ત્યાંથી સીધા જ દલિત આગેવાનો રાજકોટ મહાનગર પાલિકામા ડો. બાબાસાહેબ આંબેડકરનું તૈલિચિત્ર મુકવા જશે.

સમિતિના આગેવાન વશરામભાઇ સાગઠીયાએ જણાવેલ કે , મહાનગર પાલિકા ભવનમા ડો. બાબાસાહેબ આંબેડકરનું તૈલચિત્ર મુકવા માટે ગત તા. 18/04/2017 ના રોજ ઠરાવ કરવામા આવેલ છે પરંતુ આજ સુધી તેનો અમલ થયો નથી તેથી સોમવારે દલિતો જાતે જ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનના પ્રવેશદ્વાર સામે તેલચિત્ર સ્થાપિત કરશે . આ દરમિયાન જે સ્થિતિ સર્જાય તેની જવાબદારી કોર્પોરેશનના શાસકોની રહેશે.આ સંમેલનમાં પૂર્વ મંત્રી ડો. દિનેશભાઇ પરમાર, માજી ધારાસભ્યો હમીરભાઇ ધુડા, પરબતભાઇ ચાવડા, ભરતભાઇ મકવાણા , ચંદુભાઇ ડાભી, નૌશાદ સોલંકી, મોહનભાઇ વાળા, રમેશભાઇ ચાવડા ઉપરાંત રામભાઇ સોલંકી અને રામભાઇ મારૂ ઉપસ્થિત રહેશે.

રાજકોટમા સોમવારે યોજાનાર દલિત સ્વાભિમાન સંમેલનની આયોજક ટીમમા પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થ પરમાર, મ્યુ. કોર્પોરેશનનાં વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ બાબુભાઇ ડાભી, કે.કે.સી. નાં પ્રદેશ પ્રમુખ ભરતભાઇ સોલંકી , ચંદ્રકાંત વાઘેલા, મોહનભાઇ રાખૈયા, મવજીભાઇ રાખશીયા, શૈલેષભાઇ પરમાર, પ્રકાશભાઇ સોલંકી, બસપાનાં દિનેશભાઇ પડાયા, મીલિંદ પરમાર, બિપીનભાઇ રાઠોડ, મુકેશભાઇ પરમાર વિગેરેનો સમાવેશ કરાયો છે.

દલિત સમાજની મુખ્ય માગણીઓ

(1) અનુસુચિત જાતિના વિકાસ માટે સરકારે ખેતીની જમીન રાજકોટ તાલુકા અજા. સા. ખેત. સ. મં ને આપેલ જે જમીન ડે. કલેકટર અજીતસિંહ ઝાલા, પ્રાંત 2 ગંભીરસિંહ ધાકરે અને મામલતદાર પંકજ વલવઇ એ સતાનો દુરઉપયોગ કરીને દલિતો પાસેથી છિનવી ભુમાફિયાઓને પધરાવી દિધી છે અમારી માંગ છે જવાબદારો સામે એફઆઇઆર દાખલ કરવામા આવે.
(2) નાના મોવા ટી.પી.પ સર્વેનં. 123 નાં એફ.પી. 288 મા પી.પી.પી. યોજના દ્વારા આર્થિક કૌભાંડ કરવા માટે ખોટા રહેણાકોનુ રેકર્ડ તૈયાર કરનાર અને મંજુરી આપનાર તેમજ આ સ્થળ ઉપરથી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ગુમ કરનાર જવાબદારો સામે ચાલતી વિજીલન્સ તપાસમા શાસક પક્ષ તેમજ વિપક્ષનાં એક એક અનુસુચિત જાતિનાં કોર્પોરેટર નો સમાવેશ કરવો
(3) તા. 17/03/2024 નાં જનરલ બોર્ડનાં ઠરાવ પ્રમાણે 532 ફુલટાઇમ સફાઇ કામદારોની ભરતીનો નીર્ણય બેરોજગારો અને ગરીબ લોકોને લોલીપોપ સમાન છે આ પ3ર ફુલટાઇમ સફાઇ કામદારોની કાયમી ધોરણે ભરતી કરવામા આવે.
(4) તા. 18/04/2017 રા. મ્યુ. કોર્પોરેશન દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરનાં તૈલચીત્ર મુકવા માટેનો ઠરાવ કરવામા આવેલ હતો જેની અમલવારી આજ દિન સુધી કરવામા આવેલ નથી જેમા વહેલાસર મેયર સ્ટે ચેરમેનનાં પ્રવેશ દ્વાર સામે ડો. બાબાસાહેબ આંબેડકરનુ તૈલચિત્ર સ્થાપીત કરવામા આવે.
(5) રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસઇડબલ્યુએસ નાં અનામત પ્લોટ બીપીએમસી એકટ અને ભારતીય સંવિધાનનાં આર્ટીકલ 340 (OBC) 341 (ST ) 342 (SC ) ના અધિકારનુ ઉલ્લંઘન કરીને શૈક્ષણિક સંસ્થાઓને આપેલ છે જે અનામત પ્લોટ આ સંસ્થાઓ પાસેથી પરત લેવામા આવે

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement