ગોંડલમાં રવિવારે યોજાનાર દલિત સંમેલન અંતે મોકૂફ
ગોંડલમાં છેલ્લા કેટલાક દિવસમાં બન્ની ગજેરા અને પિયુષ રાદડિયાનો કેસ ખુબ ચર્ચાનો વિષય રહ્યા છે. પિયુષ રાદડિયાના વકીલ દિનેશ પાતરે આ કેસ જયારે હાથમાં લીધો ત્યારે પોલીસ દ્વારા તેમને પણ આ કેસમાં ફસાવવામાં આવ્યા હતા. જે બાદ પોલીસની દાદાગીરી અને તેઓ કોઈના ઈશારે કામ કરે છે તે વાત સામે આવી હતી. જ્યારથી આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારથી જ દિનેશ પાતર સાથે સમગ્ર દલિત સમાજ આવ્યો હતો. અને તેમણે આંદોલનની ચીમકી આપી દીધી હતી.
હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. અને દિનેશ પાતર સહીત દલિત સમાજે આ મહાસંમેલન અને બાઈક રેલી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આજે દલિત સમાજના આગેવાનો અને વકીલ દિનેશ પાતર રાજકોટ ગ્રામ્ય પોલીસની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં જેતપુર ઉુજા અને ગોંડલ ઉુજા ને મળ્યા હતા. અને દિનેશ પાતરે પોતાની જે માંગ છે એ મૂકી હતી. અને કહ્યું હતું કે, જે બે કેસમાં મને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે તેમાંથી રીમુવ કરવામાં આવે અને જે અધિકારીઓ દ્વારા મને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યો છે તેમના પર એક્શન લેવામાં આવે.