For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પરિક્રમા માટે વેરાવળ-ગાંધીગ્રામ વચ્ચે દોડાવાશે દૈનિક સ્પેશિયલ ટ્રેન

11:29 AM Oct 30, 2025 IST | admin
પરિક્રમા માટે વેરાવળ ગાંધીગ્રામ વચ્ચે દોડાવાશે દૈનિક સ્પેશિયલ ટ્રેન

ભીડ નિમિત્તે સુવિધા વધારાઇ : બુકિંગનો આજથી પ્રારંભ

Advertisement

જૂનાગઢ ખાતે યોજાનાર પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની વધતી ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર વેરાવળગાંધીગ્રામ વચ્ચે દૈનિક સ્પેશલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન રાજકોટ ડિવિઝનમાંથી પસાર થશે.

ટ્રેન નંબર 09226 વેરાવળગાંધીગ્રામ દૈનિક સ્પેશલ ટ્રેન 31 ઓક્ટોબરથી 10 નવેમ્બર, 2025 સુધી વેરાવળથી દરરોજ રાત્રે 21.20 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 08.00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. ટ્રેન નંબર 09225 ગાંધીગ્રામવેરાવળ દૈનિક સ્પેશલ 1 નવેમ્બરથી 11 નવેમ્બર, સુધી દરરોજ ગાંધીગ્રામથી રાત્રે 22.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 08.45 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં માળિયા હાટીણા, કેશોદ, જૂનાગઢ, જેટલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જં., વઢવાણ સિટી, બોટાદ, ધંધૂકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ ઉપલબ્ધ રહેશે.

Advertisement

ટ્રેન નંબર 09225 અને 09226 માટે ટિકિટ બુકિંગ 30 ઓક્ટોબર, 2025 થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તેમજ આઈઆરસીટીસી (IRCTC) ની વેબસાઈટ www.irctc.co.inપર શરૂૂ થશે. મુસાફરો ટ્રેનના રોકાણ, રચના અને સમયની વિગતવાર માહિતી માટે વેબસાઈટ www.enquiry.indianrail.gov.in તપાસ કરવા યાદીમાં જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement