For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડાઘિયાઓની દબંગાઇ: 8 માસમાં 11292 લોકોને બચકાં ભર્યા

03:40 PM Sep 02, 2025 IST | Bhumika
ડાઘિયાઓની દબંગાઇ  8 માસમાં 11292 લોકોને બચકાં ભર્યા

મનપાના આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધેલાઓનું લિસ્ટ જાહેર

Advertisement

રાજકોટ શહેરમાં તંત્ર દ્વારા શ્ર્વાન ખસીકરણ પાછળ લાખોનુ આંધણ કરવામાં આવી રહ્યુ છે. છતા શ્ર્વાની વસ્તી વિસ્ફોટક જોવા મળી રહી છે. તેમજ રખડતા શ્ર્વાનમાં હિસંકતા વધતા કુતરાઓ કરડવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા શ્ર્વાન વ્યંધિકરણ તેમજ રસીકરણ સહિતના કામના આંકડાઓ જાહેર કરવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા 8 માસ દરમિયાન ડોગબાઇટ એટલે કુતરા કરડવાના કેસની વિગત જાહેર કરવામાં આવી છે. છેલ્લા 8 માસ દરમિયાન 11292 લોકોને અલગ અલગ વિસ્તારમાં કુતરા કરડ્યા હોવાના અને આ લોકોએ સરકારી તેમજ મનપાના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લીધી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.

મહાપાલિકાના પ્રાણી રંજાડ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ એજન્સી મારફતે શ્ર્વાનના વ્યંધિકરણ તથા ખસીકરણ અને રસીકરણ સહિતની કામગીરી આખુ વર્ષ ચાલુ રાખવામાં આવી રહી છે. છતાં શ્ર્વાનની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યા છે. અને કુતરા કરડવાના બનાવો પણ યથાવત રહ્યા છે.

Advertisement

શરી ગલ્લીઓમાં રખડતા કુતરાઓ પૈકી અમૂક શ્ર્વાન હિસંક બની જાય ત્યારે લોકો તેનો ભોગ બનતા હોય છે. જેનુ મુખ્ય કારણ લોકો દ્વારા શેરી કુતરાઓને આપવામાં આવતો ખોરાક હોય છે. તેવી જ રીતે વિસ્તારમાં એક માત્ર હોય તેવા કુતરાઓ પણ હિંસક બની જાવાના દાખલા જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો દ્વારા શ્ર્વાનને હડફેટે લેવામાં આવે જેમા ખાસ કરીને નાના ગલુડીયાઓના મોત નીપજતા હોય છે. આ બનાવના લીધે પણ શ્ર્વાન હિંસક બની જાય છે. વાહન ચાલકો પાછળ દોડતા હોવાનુ જોવા મળી રહ્યુ છે.. છેલ્લા 8 માસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં કુતરા કરડવાના બનાવોમાં વધારો જોવા મળ્યો છે.

8 માસ દરમિયાન 11292 લોકોએ શ્ર્વાન કરડવાના કારણે સારવાર લીધી હોવાનુ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર તથા સરકારી દવાખાના અને પ્રાઇવેટ હોસ્પિટલોના રીપોર્ટ ઉપરથી જાણવા મળેલ છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્ર્વાનોના વ્યંધિકરણ તથા ખસીકરણ અને રસીકરણ માટે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. મનપા દ્વારા શહેરની બહાર ખાસ શ્ર્વાન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં ફરિયાદો આવ્યે પકડવામાં આવેલા હિસંક શ્ર્વાનને કેન્દ્રમાં રાખી ટ્રેન કરવામાં આવે છે. ત્યારબાદ આ શ્ર્વાને જે સ્થળેથી ઉપાડવામાં આવ્યો હોય તે સ્થળે પરત મૂકી દેવામાં આવે છે. જેના લીધે હિંસક શ્ર્વાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્ય છે. પરંતુ ખસીકરણની કામગીરી વ્યવસ્થિત ન હોવાથી દર વર્ષે શ્ર્વાનની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે શહેરમાં 10,000થી વધુ લોકોને કુતરાઓ કરડતા હોવાથી તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ મુદ્દે સધન કામગીરી કરવામાં આવે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે.

કૂતરા કરડવાની
જાન્યુઆરી માસ 1644
ફ્રેબુઆરી માસ 1363
માર્ચ માસ 1377
એપ્રિલ માસ 1386
મે માસ 1387
જૂન માસ 1302
જુલાઇ માસ 1475
ઓગષ્ટ માસ 1358
કુલ 11292

Advertisement
Tags :
Advertisement
Advertisement