કચ્છમાં વધુ બે ગેરકાયદેસર દરગાહ પર દાદાના બુલડોઝર ફરી વળ્યા
અબડાસા તાલુકાના ભંગોરી વાઢ ખાતે આવેલ 2 દરગાહ તોડી પાડવામાં આવી હતી.તેની સાથે સાતે દરગાહની બાજુમાં આવેલ 2 પાણીનાં ટાકા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યાં હતા.ઉલ્લેખનીય છે કે, કાર્યવાહી પહેલા નોટિસ પણ આપવામાં આવી હતી. ત્યાર બાદ આજે બે દરગાહ અને બાજુમાં આવેલ પાણીનાં ટાકા પણ તોડી પાળવામાં આવ્યાં હતા.
મળતી વિગતો પ્રમાણે સાંજના સમયે તંત્રનો બુલડોઝર ફળી વળ્યો હતો. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું હતું.આ કાર્યવાહી દરમિયાન એસ.ડી.એમ કે જે વાઘેલા, મામલદાર મહેશ કતિરા, ડીવાયએસપી બી.બી ભગોરા, સીપીઆઈ ડી.આર ચૌધરી, વાયોર પીએસઆઇ આઈ.આર ગોહિલ, નારાયણ સરોવર પીએસઆઇ એમ.બી ચાવડા, કોઠારા પીએસઆઇ જે.જે રાણા, નિરોણા પીએસઆઇ હરદીપસિંહ પરમાર પોલીસ બંદોબસ્ત 01 પીઆઇ 4 પીએસઆઇ અને 55 પોલીસ કોન્સ્ટેબલ સાથે બંધ સાથે તોડી પાડવામાં આવ્યું હતું. આ સાથે સાથે તંત્ર દ્વારા કાર્યવાહી દરમિયાન 108 અને ફાયર બ્રિગેડ પણ સાથે રાખવામા આવી હતી. જેમાં સર્કલ ઓફીસર વિનોદ ચોધરી પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સલાયામાં પણ ડીમોલીશન હાથ ધરાયું હતું. દબાણ હટાવવા માટે અત્યારે ગુજરાત સરકાર કાર્યવાહી કરી રહીં છે. 10 તારીખે જૂનાગઢમાં પણ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. મોડી રાતે જૂનાગઢમાં મજેવડી દરવાજા અને તળાવ દરવાજા પાસે ગેરકાયદેસરના બાંધકામ સામે ડિમોલિશનની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવી ડિમોલિશનની આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે રેલવે સ્ટેશન રોડ પર પણ ડિમોલિશન કાર્યવાહી કરાઈ હતી. ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસરના દબાણો સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે.