For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘દાદા’ની બેટિંગ, હર્ષ સંઘવીનું વિકેટકીપિંગ

04:58 PM Mar 13, 2024 IST | Bhumika
‘દાદા’ની બેટિંગ  હર્ષ સંઘવીનું વિકેટકીપિંગ

જાહેરજીવનની પીચ ઉપર કાયમ શાંત દેખાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગાંધીનગર લોકસભા પ્રિમિયર લીગના ફાઇનલ અવસરે બેટિંગ ઉપર હાથ અજમાવ્યો હતો જેમાં જય શાહે બોલિંગ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેટિંગ કરી હતી. તથા હર્ષ સંઘવી વિકેટકીપરની ભૂમિકામાં દેખાયા હતા. ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવી, બીસીસીઆઇના સેક્રેટરી જય શાહની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગાંધીનગર ઉત્તર વિધાનસભાની ટીમ દ્વારકેશ-11 અને ઘાટલોડિયા વિધાનસભાની ટીમ થલતેજ સીસી વચ્ચે ગત રાત્રે 8 કલાકેથી ખરી ટક્કર જામી હતી. ઈન્કમટેકસ ગ્રાઉન્ડ, બુટભવાની રેલવે ક્રોસિંગની બાજુમાં, હરણ સર્કલ પાસે, પ્રહલાદનગર રોડ ખાતે આ મેચનું આયોજન રાખવામાં આવ્યું હતુ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement