For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દાદા ફરી દિલ્હી ભણી; દાવેદારો કે મનમે લડ્ડુ ફૂટે!

12:30 PM Sep 23, 2025 IST | Bhumika
દાદા ફરી દિલ્હી ભણી  દાવેદારો કે મનમે લડ્ડુ ફૂટે

ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ અચાનક ઘટનાક્રમ શરૂ થતા રાજકીય ગરમાવો

Advertisement

મંત્રી મંડળ અને સંગઠનમાં ફેરફારની અટકળોએ પકડયો વેગ, સત્તાવાર કારણ નર્મદા ટ્રિબ્યુનલ એવોર્ડની બેઠક

ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનમા ફેરફારની અટકળો વચ્ચે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફરી દિલ્હી રવાના થતા ગુજરાતનાં રાજકારણમા ફરી એક વખત અટકળોની આંધી ઉઠવા પામી છે.

Advertisement

છેલ્લા કેટલાક સમયથી રોડ-રસ્તાઓ ઉપર પડેલા ખાડાના કારણે સરકાર સામે લોકોમાં ભારે નારાજગી અને આક્રોશ પ્રવર્તી રહયો છે ત્યારે પાલિકા-મહાપાલિકાઓની આગામી ચુંટણીઓ પહેલા સરકારમા ફેરફારો ન થાય તો પરિણામો વિસાવદર જેવા આવી શકે તેવી સ્થિતિ સર્જાઇ હોવાથી નવરાત્રીના સારા દિવસોમા જ સરકાર અને ભાજપ સંગઠનમા ફેરફારો થવાની અટકળો વહેતી થઇ છે.

આજે બપોર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જઇ રહયા હોવાથી અટકળો વધુ તેજ બની છે. જો કે , સરકારનાં સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ કે , નર્મદા ટ્રીબ્યુનલ એવોર્ડની ચર્ચા માટે મુખ્યમંત્રી દિલ્હી જઇ રહયા છે.

આ પહેલા અમિત શાહના ગુજરાત પ્રવાસના પહેલા દિવસે રાજકારણના અલગ અલગ રંગ જોવા મળ્યા. આ એક દિવસમાં એકસાથે એટલું બધુ થયું કે, ભાજપમાં નવો ગણગણાટ શરૂૂ થઈ ગયો છે. અમિત શાહનું પાટીલના ઘરે ડીનર, શંકર ચૌધરીનું અચાનક સુરત દોડી જવું અને રાજકોટમાં બંધબારણે નેતાઓ સાથેની અમિત શાહની બેઠક વગેરેથી હવે રાજકારણમાં કંઈક નવાજૂની થશે તેવી શક્યતા પ્રબળ બની છે.
પરંતું આ વચ્ચે એક મોટા સમાચાર ચર્ચા જગાવી રહ્યા છે. કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે. એક દિવસના તેમના દિલ્હી પ્રવાસમાં ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીને તખ્તો ગોઠવાય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આજે દિલ્હી પ્રવાસ ગોઠવાયો છે. દિલ્હીમાં તેઓ પૂર્વનિર્ધારિત કાર્યક્રમોમાં હાજર રહેશે અને મોડી રાત્રે જ મુખ્યમંત્રી પરત ફરશે. ત્યારે આવામાં ગુજરાતમાં ચાર વર્ષ જૂની ભૂપેન્દ્ર પટેલની સરકારની કેબિનેટનું વિસ્તરણ અથવા ફેરબદલ થવા જઇ રહ્યું છે. અનેક અટકળોના અંતે નવરાત્રિ દરમ્યાન મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારો થવાની સંભાવના દેખાઈ રહી છે .

ગુજરાત ભાજપમાં કંઈક મોટાપાયે હલચલ થઈ રહી છે અને આ હલચલ જલ્દી જ કંઈક નવાજૂની સર્જશે. ગુજરાતમાં શાહનાં ડિનર ડિપ્લોમસીની અસરો હવે પછી વર્તાશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. અમિત શાહની બેઠકોથી ગુજરાતમાં ભાજપના નવા સંગઠનની રચના અને ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની શાંત પડેલી હલચલ ફરી જીવંત થઈ છે.

સુરત અને રાજકોટમાં શાહે કરેલી બેઠકો મંત્રીમંડળના વિસ્તરણ કે સંગઠન સિવાય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પહેલાની રણનીતિક ગોઠવણોને લઇને હોઇ શકે છે ઉપરથી આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જઈ રહ્યા છે. તેથી ચર્ચા છે કે, મુખ્યમંત્રી મંત્રીમંડળના ફેરબદલના લિસ્ટને લઈને દિલ્હી જશે અને તેના બાદ જલ્દી જ કોઈ જાહેરાત થઈ શકે છે.

દિવાળી પહેલા પ્રધાન મંડળમાં ફેરફારો: આંબાલાલની આગાહી
ગુજરાતમાં રાજકીય ફેરફારોની અટકળો વચ્ચે જાણીતા હવામાન શાસ્ત્રી આંબાલાલા પટેલે વધુ એક વખત રાજકીય આગાહી કરી છે અને જણાવ્યું છે કે, સરકારમાં દિવાળી સુધીમાં ફેરફાર થવાની શકયતાઓ રહે. કેટલાક નવા ચહેરાઓને સમાવી કેટલાક પ્રધાનોને પડતા મુકવામાં આવે અને પ્રધાનમંડળને વધુ મજબુત બનાવવામાં આવી શકે છે. તેમણે જણાવેલ છે કે, આમ છતા સતા પક્ષમાં આંતરીક ડખા પણ જોવા મળી શકે છે. સરકારે કેટલાક પરિબળોથી સાવધાન રહેવાની જરૂર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement