સટ્ટા અને બોગસ બેન્ક ખાતાની માહિતી એક ક્લિકમાં મેળવી લેશે સાયબર ક્રાઇમ
રાજકોટમાં શરૂ થયેલી અત્યાધુનિક સાયબર લેબમાં ખાસ સોફટવેર મારફત જટિલ માહિતી ઝડપી મળી શકશે
રાજકોટ સહીત ગુજરાતભરમાં ઓનલાઇન છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. સાયબર માફિયાઓની જાળ દેશભરમાં ફેલાઈ રહી છે. ત્યારે હવે આવા સાઈબર માફિયા અને અન્ય ગંભીર બનાવોમાં રાજકોટ સહીત ગુજરાતભરની પોલીસની ટેકનીકલ મદદ માટે રાજકોટમાં અત્યાધુનિક સાયબર લેબ કાર્યરત થઇ છે. લોકો સાયબર ગઠિયાઓની જાળમાં ફસાતા અટકે તેમજ જે ગુનાઓ બને છે તેનું ઝડપથી ડિટેક્શન થાય તે માટે તપાસમાં મદદરૂૂપ મળે તેવા આશયથી સાયબર લેબ શરુ કરવામાં આવી છે.આ અત્યાધુનિક સાઈબર લેબમાં સટ્ટા અને છેતરપીંડીના બનાવોમાં બોગસ બેંક એકાઉન્ટની માહિતી એક જ કિલકમાં રાજકોટ સાઈબર ક્રાઈમ પોલીસને મળશે જેના આધારે રાજકોટ સહીત ગુજરાતભરની પોલીસને જટીલ માહિતી ઝડપથી મળશે.
રાજકોટમાં જામનગર રોડ ઉપર સ્થિત સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં રૂૂ.5 કરોડના ખર્ચે પીપીપી યોજના હેઠળ ગુજરાતની પ્રથમ સાયબર લેબનું ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા બાદ આ લેબ કાર્યરત થઇ છે. જેમાં વિશ્વભરના ખાસ મોંઘા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. એનઆઈએ અને ગુપ્તચર વિભાગ જેવી મહત્વની સંસ્થા જે સોફ્ટવેરનો ઉપયોગ કરે છે તેવા સોફ્ટવેરના ઉપયોગ દ્વારા રાજકોટ સાઈબર ક્રાઈમ પોલીસની આ અત્યાધુનિક લેબ કામ કરશે.
લોકોને ફસાવી આર્થિક રીતે લૂંટીતા સાઈબર ગઠીયા છેતરપિંડી કરી આવા રૂૂપિયા બોગસ બેંક એકાઉન્ટમાં જમા કરતા હોય તેમજ દેશભરમાં સાઈબર માફિયાની જે જાળ ફેલાયેલી છે તેમાં ભારત તેમજ વિદેશમાં બેસીને આ ગઠીયા ખેલ પાડતા હોવાથી પોલીસને આવા સાઈબર માફિયા સુધી પહોચવામાં જોઈતી માહિતી મેળવવામાં ખુબ મુશ્કેલી પડતી હોય જે આ લેબ શરુ થતા હવે આ ખાસ સોફ્ટવેરતી સરળતાથી મળશે તેમજ જે ગભીર ગુનાઓ બને છે તેનું ઝડપથી ડિટેક્શન થાય તે માટે તપાસમાં આ સાઈબર લેબ ખુબ મદદરૂૂપ બનશે.
રિસર્ચ અને ઇન્વેસ્ટિગેશનને મદદરૂૂપ બનનારી આ અત્યાધુનિક સાયબર લેબમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના માંથી ખાસ ટેકિનકલ જાણકાર સ્ટાફ અને રાજકોટની કેટલીક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને આઇટી પ્રોફેશનલ નિષ્ણાંતોની ભરતી કરવામાં આવી છે,જે પોલીસની સાથે કામ કરી રહ્યા છે. ક્રિકેટ સટ્ટા સહિતના ઓનલાઈન જુગાર તેમજ બોગસ બેંક એકાઉન્ટની વિગતો હવે એક ક્લિકમાં પોલીસને મળી જશે તાજેતરમાં રાજકોટમાં મહિલાની હત્યામાં 12 વર્ષથી ફરાર તેના પતિને ક્રાઈમ બ્રાંચે ગાઝીયાબાદથી પડકી પડ્યો હતો જેમાં સાઈબર ક્રાઈમ લેબની ટીમનો મહત્વનો રોલ રહ્યો હતો. હત્યાનો આરોપીના મોબાઈલમાં પેટીએમ એપ્લીકેશનની માહિતીને આધારે તેનું લોકેશન સહિતની વિગતો ક્રાઈમ બ્રાંચે આપવામાં સાઈબર ક્રાઈમની ટીમ મદદરૂૂપ બની હતી.
ઉપરાંત ફોરેન્સિક અભિપ્રાય માટે પણ સાઈબર લેબમાં ખાસ વ્યવસ્થા કરવમાં આવી છે. ઘણા કેસમાં કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કે મોબાઈલ માંથી ડીલીટ થયેલ ડેટા કે તેની માહિતી માટે એફએસએલની મદદ લેવામાં આવતી હતી અને એફએસએલના રીપોટ આવતા દિવસો વીતી જતા હોય છે.ત્યારે હવે રાજકોટની આ સાઈબર લેબ એફએસએલ રીપોર્ટમાં પણ મદદરૂૂપ બનશે.
આઈફોનમાંથી ડિજિટલ ડેટા કબજે કરવા ખાસ કલેક્ટર અને ઇન્સ્પેકટર સોફ્ટવેર
ભારતમાં બનતા ડીજીટલ ગુનામાં મોબાઈલ ફોનનો મહતમ ઉપયોગ થાય છે.ત્યારે ડીજીટલ ગુનામાં એનરોઇડ ફોન માંથી ડીજીટલ ડેટા સરળતાથી મળી શકે છે જયારે આઈફોનમાં ખાસ સિક્યુરિટી ફીચરના કારણે ડેટા કબજે કરવામાં પોલીસને ઘણી મુશ્કેલી પડે છે. ત્યારે રાજકોટ સાઈબર ક્રાઈમની અત્યાધુનિક લેબમાં આઈફોન માંથી ડીજીટલ ડેટા કબજે કરવા ખુબ સરળ બનશે સાઈબર લેબના ખાસ કલેકટર અને ઇન્સ્પેકટર સોફ્ટવેર મારફતે કોઇપણ આઈફોન માંથી ડીજીટલ ડેટા ઝડપથી મળી જશે જેથી ગુજરાત પોલીસને હવે જટીલ કેસમાં આઈફોન માંથી જરૂૂરી પુરાવા મેળવવાનું આશાન બનશે.