છેતરપિંડીના 14.32 લાખ અરજદારોને પરત અપાવતી સાયબર ક્રાઇમ
છેલ્લા 1 મહિનામાં થયેલી ફરિયાદમાં સાયબર ક્રાઇમની ટીમે ત્વરીત કાર્યવાહી કરી રકમ બચાવી લીધી
રાજકોટમાં છેલ્લા એક મહિનામાં ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનેલા 15 જેટલા અરજદારોના રૂૂ.14.32 લાખ રાજકોટ સાયબર ક્રાઈમની ટીમે પરત આપાવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને તેમણે ગુમાવેલી રકમ સમયસર પરત મળી જાય તે માટે રાજકોટ સાયબર ક્રાઈમની ટીમે કાર્યવાહી કરી હતી.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પોલીસ નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ હેલ્પલાઇન નંબર 1939 ઉપર આવતી અરજી તપાસના કામે સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણા કોર્ટ કાર્યવાહી દ્વારા પરત અપાવવાની રાજકોટ સાયબર ક્રાઈમની ટીમે કામગીરી સપ્ટેમ્બર-2025 ના માસમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્રારા સાયબર ફ્રોડના ભોગબનનાર 15 જેટલા અરજદારો ને કૂલ રૂૂ.14,32,804 ની રકમ પરત અપાવ્ય હતા. ઓનલાઈન ફ્રોડના વધતા જતા બનાવો રોકવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે સેમીનારો તથા અવેરનેશ પ્રોગ્રામોનુ આયોજન કરવામાં આવે છે અને આવા ફ્રોડનો ભોગ ન બનીએ તે માટે તકેદારીના ભાગરૂૂપે નીચે આપેલ માર્ગદર્શીકાનું પાલન કરવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અપીલ કરવામાં આવે છે. શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી (કાઇમ) જગદીશ બાંગરવા,એસીપી સી.એમ પટેલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમના પી.આઈ જે.એમ.કૈલા, એમ.એ. ઝણકાત, બી.બી.જાડેજા, એસ.ડી. ગીલવા, પી.આર. ડોબરીયા, સી.વાય. મહાલે સહીત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમે કામગીરી કરી હતી.
તકેદારીના ભાગરૂૂપે માર્ગદર્શીકાનું કરો: સાઈબર ક્રાઈમ
ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનતા લોકોને સાવચેત રહી તકેદારીના ભાગરૂૂપે કેટલીક માર્ગદર્શીકાનું પાલન કરવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અપીલ કરવામાં આવે છે. જેમાં
1. અજાણી લીંક ઉપર કયારેય કલીક કરવું નહીં કે ફેક એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહી.
2. ગુગલ ઉપરથી કસ્ટમર કેર નંબર સર્ચ કરતી વખતે ઓથેન્ટીકેટ વેબસાઇટ પર કસ્ટમર કેર સાચો છે કે ફ્રોડ તેની ચકાસણી કરવી જોઇએ.
3. અફમવફિ એપ્લીકેશન દ્વારા આધારકાર્ડ બાયોમેટ્રીક લોક રાખવા, સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર હંમેશા ટુ ફેક્ટર ઓથેન્ટીકેશન ચાલુ રાખવુ, ફ્રોડ વેબસાઇટ ઉપરથી ઓનલાઇન વસ્તુ ખરીદવાથી તેમજ લોભામણી સ્કીમો જેવી કે, ઘરબેઠા પૈસા કમાવવા તથા ઓનલાઇન ઇન્સ્ટન્ટ લોન લેવાની જાહેરાતોથી દૂર રહેવુ.
4.M-KAVACH 2 એપ્લીકેશન ડાઉનલોડ કરી મોબાઇલ ડિવાઇસને સુરક્ષીત રાખો.
5. ગુગલ પ્લે સ્ટોરમાં પ્લે પ્રોટેક્શન ઓન રાખવું.
6. સાયબર ગઠીયાઓ દ્વારા KYC, SIM CARD કે અન્ય બાબતે ફ્રોડ મેસેજ કે કોલ્સ આવતા હોય છે, તેની જાણ SANCHAR SAATHI એપ્લીકેશન પર કરવી.
7. સાયબર ફ્રોડ કરનારાઓ APK File મોકલીને મોબાઇલ હેક કરી લઇ બેન્ક એકાઉન્ટમાંથી નાણા ટ્રાન્સફર કરી લેવાની ટ્રીક અજમાવતા હોય છે જેથી આવી અઙઊં ઋશહય સ્વરૂૂપમાં આવેલ એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહિ.