For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાયબર ગઠિયાઓ બેફામ, નાણાં પડાવવા નકલી પોલીસ મથક ઊભું કરી લીધું

05:46 PM Oct 14, 2024 IST | admin
સાયબર ગઠિયાઓ બેફામ  નાણાં પડાવવા નકલી પોલીસ મથક ઊભું કરી લીધું

ગુજરાત સહિત દેશભરમાં વીડિયો કોલ કરી ધરપકડનો ડર બતાવી નાણાં ખંખેરતી ટોળકી ઝડપાઇ

Advertisement

ઝડપાયેલી ટોળકીમાં ચાર તાઇવાનના શખ્સો, આવા કોલથી લોકોને સાવચેત રહેવા સાયબર ક્રાઇમની અપીલ

ગુજરાત સહીત દેશભરમાં ઓનલાઇન વોરન્ટ મોકલી ધરપકડની ધમકી આપી રૂપીયા પડાવતી ટોળકીને અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધી છે. તાઇવાનના 4 નાગરીકોની ધરપકડ કરી તપાસ કરતા અન્ય 13 શખ્સોના નામ ખુલ્યા બાદ પોલીસે દિલ્હી અને બેંગ્લોરમાં દરોડા પાડયા હતા.

Advertisement

હાલ દેશમાં ડિજિટલ એરેસ્ટના ગુનાઓ વધી રહ્યાં છે જેને લઈ લોકોના કરોડો રૂૂપિયા ઠગો લઈ ગયા છે,આવા ઠગોને ઝડપવા માટે સાયબર ક્રાઈમ સક્રિય છે અને કામગીરી કરી રહી છે.અમદાવાદ સાયબર ક્રાઈમ દ્રારા અલગ-અલગ ડિજિટલ એરેસ્ટના ગુનામાં તાઈવાની નાગરિકોની ધરપકડ કરી છે આ આરોપીઓ અલગ-અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે.અલગ-અલગ એજન્સીઓના નામે ફોન કરીને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. આ ટોળકીના 13 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હી અને બેંગ્લોરમાં પોલીસે દરોડો પાડયા હતા. આ ટોળકી દ્વારા એક પોલીસ સ્ટેશન જેવો સ્ટુડિયો ઉભો કરીને વીડિયો કોલ મારફતે ભોગ બનનાર પાસેથી રૂૂપિયા સેરવી લેતા હતા.

ડિજિટલ ધરપકડનો સૌપ્રથમ કેસ ઉત્તરપ્રદેશના નોઇડામાં નોંધાયો હતો.ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર અને દૂરસંચાર વિભાગ વિદેશોથી આવનારા ફેક કોલ રોકવા માટે સાથે કામ કરી રહ્યા છે. જાગૃતિ વધારવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાઈબરદોસ્ત અને એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પર ઇન્ફોગ્રાફિક્સ અને વીડિયો પણ પોસ્ટ કરાઈ રહ્યા છે.

એવો કોઈ કોલ કે મેસેજ આવા પર તરત સૂચના આપો. સરકારે સાઈબર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સંચાર સાથી વેબસાઈટમાં ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે.સાઈબર ક્રાઈમ હેલ્પલાઈ1930કે.ભુબયભિશિળય.લજ્ઞદ.શક્ષ પર પણ સૂચના આપી શકાય છે. કેસ ઉકેલવાના બદલામાં પૈસાની માંગણી કરવામાં આવે છે. માંગણી પૂરી થવા સુધી પીડિતોને ઓડિયો કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ રહેવા માટે મજબૂર કરાય છે.

ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે રૂપીયા આપવા તૈયાર થઇ જાય છે. પોલીસે કુલ 13 શખ્સોની ધરપકડ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement