ફ્રોડમાં ગયેલા 81.63 લાખ પરત અપાવતી સાયબર સેલ
05:10 PM May 31, 2025 IST
|
Bhumika
Advertisement
હાલનાં સમયમા નાગરીકો લોભ, લાલચ કે ડરનાં કારણે અથવા ટેકનોલોજીની જાણકારીનાં અભાવે સાયબર ફ્રોડનો ભોગ બની રહયા છે. ત્યારે મોબાઇલ ફોન પર ખોટા ક્રેડીટ ટ્રાન્ઝેકશનનાં મેસેજ મોકલી રોકાણમા ઊંચા વળતરની લાલચ આપી, સોશિયલ મીડીયા પર લોન કરાવી આપવાની જાહેરાત મુકી, વોટસએપ પર વિડીયો કોલ કરી અધિકારી બની ડર બતાવી તેમજ અલગ અલગ ટાસ્ક આપી શરૂઆતમા સારૂ રીફંડ આપી વિશ્ર્વાસમા લઇ છેતરપીંડી કરવામા આવતી હોય છે. આમ મે 2025 નાં રોજ રાજકોટનાં નાગરીકોનાં ફ્રોડમા ગયેલા 81.63 લાખની રકમ સાયબર ક્રાઇમ પોલીસ મથકનાં પીઆઇ જે. એમ. કૈલા, એમ. એ. જણકાત, આર. જી. પઢીયાર, બી. બી. જાડેજા અને એસ. ડી. ગીલવા તેમજ સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા મુળ માલીકને પરત આપવામા આવી હતી.
Advertisement
Next Article
Advertisement