For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાના ઓડિટ વિભાગની સત્તામાં કાપ : મ્યુનિ.કમિશનરના પાવરમાં વધારો

04:55 PM Oct 09, 2025 IST | Bhumika
મનપાના ઓડિટ વિભાગની સત્તામાં કાપ   મ્યુનિ કમિશનરના પાવરમાં વધારો

નાણાકીય ચૂકવણા મુદ્દે નવા સુધારા અને નવી કાર્યપ્રણાલિ અમલમાં મૂકાઇ

Advertisement

મનપાના ઓડિટ વિભાગ પાસે રહેલ સતામાં કાપ મૂકી નાણાકીય ચૂકવણા સહિતના નિયમોમા ફેરફાર કરી નવી કાર્યપ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે અને કમિશનરને વધુ પાવર આપી તેમની મંજૂરી બાદ ઓડિટ વિભાગ કાર્યવાહી કરી શકશે તે પ્રકારની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જનરલ બોર્ડ ઠરાવ નં. 43 તા.18-02-2022: સ્ટે. કમિટી ઠરાવ નં 378 તા. 10-02-2022 મુજબ હિસાબી પત્રકો, દસ્તાવેજો, વાઉચર્સ વગેરેને ડિજીટલાઈઝડ ફોર્મમાં જાળવવાની મળેલ મંજૂરી તથા હિસાબી શાખા હુકમ નં.2858 તા.31-03-2022 બિલોના ચુકવણા અર્થે તમામ પ્રોસેસ ખઓનલાઈન તથા ડિજીટલાઈઝડ કરવામાં આવેલ હોય જેને અનુરૂૂપ ઓડિટ શાખામાં બિલો કે પ્રી-ઓડિટ અર્થે રજુ કરવામાં આવતા ફિઝીકલ રજીસ્ટર/ બિલ રજીસ્ટરના સ્થાને ક્રમશ: ઓડિટ શાખાએ ઓનલાઈન રજીસ્ટર મારફત ચકાસણી કરવાની રહેશે.

હાલ ટેન્ડર મૂલ્યાંકન સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવેલ કામો સ્ટે.કમિટીમાં દરખાસ્ત મારફતે જે કામો મંજુર કરવામાં આવે છે તેનું પ્રી-ઓડિટ વહીવટી મંજુરી મળ્યા બાદ કરવામાં આવે છે આવા કિસ્સામાં ઘણી વખત પ્રક્રિયા કે અન્ય કોઈ ખામી મંજુરી મેળવ્યા પેહલા જ અટકાવી શકાય એ જરૂૂરી છે આથી ટેન્ડર મૂલ્યાંકન સમિતિની દ્વારા જે કામો મંજુર કરવામાં આવે છે તે તમામ કામોનું સૌ પ્રથમ ઓડિટ શાખા દ્વારા પ્રી-ઓડિટ કરવામાં આવે ત્યારબાદજ આગળની પ્રક્રિયા હાથ પર લેવાની રહેશે. પ્રી-ઓડિટ અન્વયે ઓડિટ શાખાએ ફરજીયાત વેરીફીકેશન કરવાની રહેતી બાબતો એનેક્ષર અ મુજબ રહેશે.

Advertisement

પગાર સુધારણા, પગાર ફીકસેશન વગેરે જેવી તમામ બાબતો કે જેનું ફીકસેશન ઓડિટ ચકાસણીને આધીન હોય તેના ફીકસેશનની ઓડિટ શાખા દ્વારા ચકાસણી થયા બાદ આ અંગેનો હુકમ લગત શાખાએ સક્ષમ અધિકારીશ્રી મારફત કરવાનો રહેશે. નિવૃતી અન્વયે રજાનું રોકડમાં રૂૂપાંતરણ, ગ્રેચ્યુઈટી, પેન્શન કોમ્યુટેશનના ચુકવણાની ચકાસણી ઓડિટ શાખા તથા હિસાબી શાખાએ સંયુક્ત કરવાની રહેશે.

ઓડિટ શાખાએ ફરજિયાત વેરીફીકેશન કરવાની રહેતી બાબતો :

સક્ષમ સતાઅધિકારી દ્વારા મંજૂરી તથા મળેલ મંજૂરીની મર્યાદામાં ચુકવણું, કોન્ટ્રાકટર સાથે કરવામાં આવેલ કરાર અને ટેન્ડરની શરતો મુજબ બીલનું ચુકવણું, કોન્ટ્રાકટ, ટેન્ડરની શરતો અથવા મહાનગરપાલિકાના હુકમો, પરીપત્રો, ઠરાવો મુજબ કપાત, રીકવરી, કામ અન્વયે બીલનું બીજી વખત ચુકવણું નથી તે અંગે ખરાઈ, વખતો-વખત થયેલ બ્લેક લીસ્ટ, ટેન્ડર ખરીદી વગેરે જેવી બાબતો કે લાગુ પડતી અન્ય બાબતો અન્વયે મહાનગરપાલિકાના હુકમો, પરીપત્રો, ઠરાવો મુજબ બીલનું ચુકવણું, સ્ટે.કમીટી વગેરે દ્વારા વખતો વખત મુજબ સુચવવામાં આવતી અન્ય બાબતો, વેપારી બીલ નં અને તારીખ, લાગુ પડતા કિસ્સામાં ઈ-ઇન્વોઇસ રજુ કરવામાં આવેલ છે કે કેમ ?, હિસાબી સદર - બજેટ સદરમાં મંજુર થયેલ મર્યાદામાં ચુકવણું કરવાનું રહેશે, જી.એસ.ટી. કપાત, આઈ.ટી. કપાત, લેબરસેસ કપાત, સ્ટે.કમીટી, મ્યુ.કમિશનર, નાયબ કમિશનર વગેરે દ્વારા વખતો વખત મુજબ સુચવવામાં આવતી અન્ય બાબતો

પી-ઓડિટ અન્વથે ઓડિટ શાખાએ ફરજિયાત મિનિમમ વેરીફીકેશન કરવાની રહેતી બાબતો

ઓનલાઈન સબમીટ કરવામાં આવેલ GST નબર, PAN નંબર અને ખરેખર રજુ કરવામાં આવેલ દસ્તાવેજો એ જ GST નંબર, PAN નંબરના છે કે કેમ ?, એસ્ટીમેટમાં SOR મુજબના રેટને ધ્યાને લઈ ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે કે કેમ ?, મહાનગરપાલિકાના ટેન્ડર પ્રોટોકોલ મુજબ ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે કે કેમ? જો બહારપાડવામાં આવેલ ન હોય તો તે અંગેના જરૂૂરી સુધારા TECમાં મંજૂર કરાવવામાં આવેલ છે કે કેમ ?, ટેકનીકલ બીડ સમયમર્યાદામાં સબમીટ કરાવવામાં આવેલ છે કે કેમ ?, આઉટસોર્સિંગ તથા મટીરીયલ ખરીદીના કામો માટે ટેન્ડર GEM મારફત પબ્લીશ કરાવવામાં આવેલ છે કે કેમ?, અને જો એ મુજબ કરવામાં આવેલ ન હોય તો TECની મંજૂરી ચકાસવી, EPF/ ESIC રજી. સર્ટીફિકેટની વિગતો (જો લાગુ પાડતું હોય તો),

વધારાની થતી કામગીરી

ઓડિટ વિભાગ દ્વારા વધારાની કામગીરી અંતર્ગત ટેન્ડર પ્રોટોકોલની જોગવાઇનું પાલન અને ચકાસણી કરવાની રહેશે જેમાં ટેન્ડર ફી. ઇ.એમ.ડી., ક્લાસ ઓફ રજીસ્ટ્રેશન, અનુભવની ચકાસણી, ટેન્ડર વેલીડિટી, ટેન્ડર સમયગાળો, જાહેરાતનો સમયગાળો, જાહેરાત માટે અખબારી સ્ટે.ઠરાવ મુજબ, બિડ કેપેસીટી, Enhancement Factorનિી ગણતરીનું શાખાનું પ્રમાણપત્ર, નોન બ્લેકલીસ્ટ, Joint venture, MOU, Price escalation clause

Advertisement
Tags :
Advertisement
Advertisement