For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપના વર્તમાન અને માજી MLAનું આવતીકાલે ગાંધીનગરમાં સ્નેહમિલન

03:42 PM Oct 07, 2024 IST | admin
ભાજપના વર્તમાન અને માજી mlaનું આવતીકાલે ગાંધીનગરમાં સ્નેહમિલન

સદસ્યતા અભિયાનના હિસાબ-કિતાબ કરશે પાટીલ

Advertisement

ગુજરાતમાં ભાજપ સદસ્યતા અભિયાન અને વડાપ્રધાન મોદીના શાસનના 23 વર્ષની ઉજવણી અંતર્ગત ગઇકાલે રવિવારે મુખ્યમંત્રીએ કેબીનેટની બેઠક બોલાવ્યા બાદ હવે આવતીકાલે મંગળવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ ગુજરાતના તમામ વર્તમાન અને માજી ધારાસભ્યોનું સ્નેહમિલન ગાંધીનગર ખાતે યોજેલ છે.
આ સ્નેહમિલનમાં મુખ્યત્વે ધારાસભ્યોના સદસ્યતા ઝુંબેશનો હિસાબ-કિતાબ થનાર હોવાનું જાણવા મળે છે. ધારાસભ્યોની સ્નેહ મિલન કાર્યક્રમ સાથે ભોજનનીઆ બેઠક બાદ શું થશે તેની ચચર્િ એ જોર પકડ્યું છે સરકારના મંત્રી ધારાસભ્યો સાંસદો અને પ્રદેશ નેતાઓ સહિતના આગેવાનોને આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ બેઠકમાં ગત મહિને શરૂૂ થયેલા સદસ્યતા અભિયાનને લઈને પણ મહત્વની ચચરઓિ કરવામાં આવશે ગત બીજી સપ્ટેમ્બર ના રોજ રાજ્ય સહિત દેશમા ભાજપ એ સદસ્યતા અભિયાન ની શરૂૂઆત થઈ હતી ગુજરાતમાં છ વર્ષ અગાઉ 1.19 કરોડ સભ્યોની નોંધ થઈ હતી આ સદસ્યતા અભિયાન માટે બે કરોડનો લક્ષ્યાંક પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા મૂકવામાં આવ્યો હતો સપ્ટેમ્બરના અંત સુધી 70 થી 72 લાખ સભ્યોની નોંધણી થઈ હતી પહેલી ઓક્ટોબરથી આ અભિયાન ફરી આગળ વધારવામાં આવ્યું છે જે 15 ઓક્ટોબર સુધી ચાલશે.

Advertisement

અભિયાનમાં વધુ માં વધુ 18 થી 20 લાખ નવા સભ્યો ઉમેરાયા છે આમ રવિવારે સાંજ સુધીમાં 95 લાખ સુધી સભ્યો નોંધાયા હોવાની સંભાવના જોવામાં આવી રહી છે ટૂંકમાં કહીએ તો આ લક્ષ્યાંક હજુ અડધું પણ પૂર્ણ થયુ નથી જેને લઈને વધુ સભ્યો બનાવવા માટે ધારાસભ્યોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. નિર્ધિરિત લક્ષ્યાંક કરતા 50 ટકા પણ સભ્ય સંખ્યા થઈ નથી એ ભારતીય જનતા પાર્ટી માટે ચિંતા નો વિષય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement