રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બોટાદ નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રેક્ટરે અડફેટે લેતા CRPF જવાનનું મોત

12:24 PM Jan 01, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભંડારીયા ગામના વતની યુવાન બાઇક પર પોતાની વગદત્તા અને બહેન ને બેસાડી મોગલધામથી પરત ફરી રહ્યા હતા. આ સમયે તળાજા નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રેકટર ચાલક સાથે અકસ્માત સર્જાતા યુવાનનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજેલ હતું.

સગાઈના બંધનથી બંધાઈને નવી ઝીંદગીની શરૂૂઆત કરવાના સમણા જોઈ રહેલ યુવક અને યુવતીના સમણા કાળની ક્રૂર થપાટના કારણે રોળાઈ ગયાની અરેરાટી ઉપજાવતી ઘટનાની મળતી વિગતો મુજબ હાલ બોટાદના કુબેરનગર ખાતે રહેતા મહેશ સુખાભાઈ સાંબડ (ઉ.વ.25) પોતાના બહેન સુમિતા (ઉ.વ.26) તથા વગદત્તા કિંજલબેન પ્રવીણભાઈ જોડાણ (ઉ.વ.22)ને બાઈક નં. જીજે-04ઇબી-6818 ઉપર બેસાડી ભાવનગર થી ભગુડા માં મોગલના દર્શને આવેલ હતા.

દર્શનકરી પરત ફરી રહ્યા હતા તે સમયે ગોઝારા અકસ્માત માટે કુખ્યાત સાંખડાસર-1 ના પાટિયા નજીક બંસીધર જીનિંગ સામે રોંગસાઈડ મા આવતા ટ્રેકટર સાથે અકસ્માત સર્જાયો હતો.જેમાં સ્થળપર જ મહેશભાઈ સાંબડ નું માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી મૃત્યુ થયું હતું.કિંજલ અને મહેશ ચોરીના ચાર ફેરફરે તે કુદરત ને જાણે મંજુર નહતું.

મંગેતર કિંજલ અને સુમિતાબેન ને ઇજાઓ થતા તળાજા ની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા. અકસ્માતના પગલે કંટ્રક્શનનો વ્યવસાય મરતા મૃતકના મોટાભાઈ નરેશ સાંબડએ અકસ્માત સર્જી ટ્રેકટર સાથે ફરાર થઇ જનાર અજાણ્યા ચાલક વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

---

 

Tags :
accidnetdeathguajrat newsgujarat
Advertisement
Next Article
Advertisement