For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથમાં શ્રાવણના અંતિમ સોમવારે માનવ મહેરામણ ઉમટ્યું

11:59 AM Aug 19, 2025 IST | Bhumika
સોમનાથમાં શ્રાવણના અંતિમ સોમવારે માનવ મહેરામણ ઉમટ્યું

સોમનાથ મહાદેવ ના દર્શને શ્રાવણ ના અંતિમ સોમવારે લોકો નો ખુબજ ધસારો જોવા મળ્યો હતો સોમનાથ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પગપાળા રવિવાર અને રવિવાર ની આખી રાત્રી દરમ્યાન સતત ગ્રામ વિસ્તારો અને શહેરી લોકો સતત સોમનાથ મંદિર દર્શને પધારી રહ્યા હતા તેમજ એસ ટી, રેલ્વે અને પોતાના પ્રાયવેટ વાહનો દ્વારા પણ આવી રહેલા રાત્રી ના જ લોકો નો ખુબજ ધસારો હતો અને મંદિર વહેલી સવારે ખુલતા ની સાથે દોઢ થી બે કિલોમીટર ની દર્શન માટે લાઈનો લાગી હતી અને ભોલેનાથના જયઘોષ બોલાવેલ. સોમનાથ મંદિરે વહેલી સવારથી વિવિધ પુંજા અર્ચના કરવામાં આવેલ અને વહેલી સવારે સોમનાથ મહાદેવ ને પ્રથમ શ્રૃંગાર બિલ્વ પત્ર અને પુષ્પોનો કરવામાં આવેલ 8,30 કલાકે ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવેલ જે મંદિર પરિસરમાં મહાદેવ નગર ચર્ચા એ નિકળલ જેમાં હજારો ભક્તો જોડાયા હતા.

Advertisement

મંદિરમાં લોકોના ધસારાને ધ્યાને લઇ અને એસપી મનોહર સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો એસ આરપી, જીઆરડી, સોમનાથ ટ્રસ્ટની સેકયુરીટી સહિત ના જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ. સોમનાથ મા ધસારાને કારણે સ્વસ્થતા માટે નગરપાલિકા અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સતત સફાઈ કરવામાં આવેલ છે યાત્રિકો માટે ફરાળ ની પણ સેવાભાવી લોકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે જેનો હજારો ભક્તો લીધેલ.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement