વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસ કાર્યકરોની ટીંગાટોળી
- બેંક ખાતાઓ ફ્રીઝ કરાતા દેખાવ, સૂત્રોચ્ચાર, પ્રદેશમંત્રી અને NSUI પ્રમુખ સહિત 15ની અટકાયત
કોંગ્રેસના ખાતા ફિજ કરવામાં આપતા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કિશાનપરા ચોકમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરકારી એજન્સીઓ ભાજપના ઇશારે કામ કરતી હોવાના આક્ષેપ સાથે સુત્રોચ્ચાર કરતા પ્રદેશ મંત્રી રાજદીપસિંહ જાડેજા અને પ્રદેશ ગજઞઈંના પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત 15 જેટલા કાર્યકરોની ટીંગાટોળી કરી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પ્રદર્શન કરતા કાર્યકરોએ આક્ષેપ કર્યા હતા કે વર્તમાન કેન્દ્ર સરકાર કોંગ્રેસ પક્ષથી એટલી બધી ડરી ગઇ છે કે ક્યારેક પાર્ટીના નેતા પર આરોપ વગર ખોટા કેસમાં સંડોવણી કરવામાં આવે અથવા વિપક્ષી નેતાને સરકારી એજન્સીઓ દ્વારા પરેશાન કરવામાં આવે છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા લોકતંત્રને શરમસાર કરે તેવું કૃત્ય કરવામાં આવ્યું. ભાજપના ઈશારે કેન્દ્રીય એજન્સીઓએ કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતા ફ્રીઝ કરી દીધા હતા. ઇલેક્ટોરલ બોન્ડ કૌભાંડ દ્વારા ભાજપે પોતાના બેંક ખાતાઓ ભરવાનો ડર કોંગ્રેસના નેતાઓને તોડ્યા પછી પણ દૂર થયો ન હતો ત્યારે કોંગ્રેસ પક્ષની પ્રવૃતિઓને રોકવા માટે આવું નાનકડું પગલું ભર્યું હતું.
કોંગ્રેસ પાર્ટી ભાજપની જેમ એકલા મની પાવર પર ચાલતી નથી. આ બેંક ખાતાઓ ન્યાયિક પ્રક્રિયા દ્વારા ચોક્કસપણે શરૂૂ કરવામાં આવશે, પરંતુ ભાજપનો અલોકતાંત્રિક ચહેરો અને સમગ્ર દેશને એક જ પક્ષના શાસનમાં રાખવાની તેની ફાસીવાદી વિચારસરણી હવે સંપૂર્ણ રીતે ખુલ્લી પડી રહી છે.