મેંદરડાના નાનીખોડિયાર ગામે મગરનો ખેડૂતને ખેંચી જવા પ્રયાસ
જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં નાની ખોડીયાર ગામે સવારે 10 વાગ્યે 55 વર્ષના ખેડૂત પોતાના ખેતરે જઈ રહ્યા હતા. રસ્તામાં મધુવંતી નદી આવે છે. અહીં પૂલ બનાવવામાં આવ્યો છે. જે બંને સાઈડ અધૂરો હોવાથી ખેડૂત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક મગરે હુમલો કરી દીધો હતો. મગર એ ખેડૂતનો હાથ પકડી નદીમાં ખેંચી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહા મહેનતે પોતાનો હાથ છોડાવી ખેડૂત ત્યાંથી નીકળી ગયા હતા. તેમને હાથ અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ છે.
બનાવની વિગતો મુજબ મેંદરડા ના નાની ખોડીયાર ગામે રહેતા ખેડૂત રમેશ ભાઇ નરસી ભાઇ જિંજુવાડીયા સવારે 10 વાગે પોતાના ખેતરે જતા હતા. ત્યારે રસ્તામાં મધુવંતી નદીનો પુલ આવે છે. આ પૂલ ઉપર ચડતી વખતે અચાનક એક મઘરે હુમલો કરી દીધો હતો. તેમના હાથ વગેરે પોતાના મોઢામાં લઈ નદીની અંદર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. મગરની પૂંછડી ખેડૂતના માથામાં વાગી જતા 10 ટાંકા આવ્યા હતા. મગરના મોઢામાંથી પોતાનો હાથ મહા મહેનતે છોડાવી ખેડૂતે બૂમાબૂમ કરી હતી. આ સામાન્ય અન્ય એક વ્યક્તિ પણ ત્યાંથી પસાર થતા તેમણે ઈજાગ્રસ્ત ખેડૂતને મેંદરડા સુધી પહોંચાડ્યા હતા. ક્યાંથી તેમને 108 મારફત જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.