For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ક્રાઈસીસ મેનેજમેન્ટ પ્લાન અમલી, દુર્ઘટના સ્થળથી હોસ્પિ.સુધી ગ્રીન કોરિડોર બનાવાયો, મુખ્યમંત્રી સહિતના પ્રધાનોએ પ્રવાસ ટૂંકાવ્યા

04:40 PM Jun 12, 2025 IST | Bhumika
ક્રાઈસીસ મેનેજમેન્ટ પ્લાન અમલી  દુર્ઘટના સ્થળથી હોસ્પિ સુધી ગ્રીન કોરિડોર બનાવાયો  મુખ્યમંત્રી સહિતના પ્રધાનોએ પ્રવાસ ટૂંકાવ્યા

હર્ષ સંઘવી પણ વિસાવદરથી અમદાવાદ જવા રવાના, અન્ય શહેરોમાંથી મેડિકલ સ્ટાફ બોલાવાયો, તમામ અધિકારીઓને હાજર થવા આદેશ

Advertisement

અમદાવાદમાં આજે બપોરે બે વાગ્યે આસપાસ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફલાઈટ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થતાં મોટી જાનહાનીનો ભય સેવાઈ રહ્યો છે ત્યારે આ દુર્ઘટનાના પગલે સરકાર દદ્વારા તાત્કાલીક ક્રાઈસીસ મેનેજમેન્ટ પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે અને તમામ વિભાગોના અધિકારીઓને તાબડતોબ પોતપોતાને લગતી જવાબદારી સંભાળી લેવા આદેશો છુટયા છે. રાજ્ય સરકારે બચાવ રાહત કાર્ય ઝડપી બનાવવા માટે અમદાવાદ એરપોર્ટથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ઉપરાંત અન્ય મોટી હોસ્પિટલો સુધી ઘવાયેલાઓને વિના અવરોધે પહોંચાડવા માટે તાત્કાલીક અસરથી ગ્રીન કોરીડોર ઉભો કરવા પોલીસ તંત્રને સુચના આપી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ પોતાના પ્રવાસ ટૂંકાવી અમદાવાદ દોડી ગયા છે.

મળતી માહિતી મુજબ અમદાવાદમાં એર ઈન્ડિયાની એર બસ એ-320 આજે બપોરે બે વાગ્યે અમદાવાદ એરપોર્ટ ઉપરથી ટેકઓફ થયા બાદ તુરત જ એરપોર્ટ નજીક આવેલા મેઘાણીનગર વિસ્તારમાં આવેલા આઈજીપી કમ્પાઉન્ડમાં ક્રેશ થઈ હતી અને બિલ્ડીંગ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટના સમયે ભયાનજ વિસ્ફોટના અવાજ સાથે ફલાઈટમાં આગ લાગી ગઈ હતી અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યાં હતાં. થોડીવારમાં જ ફાયરબ્રિગેડ અને પોલીસની સાયરનોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠયો હતો. ઘટના બન્યાની ગણતરીની મીનીટોમાં ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ ફલાઈટમાં આગ અને ધુમાડાના કારણે બચાવ રાહત કાર્યમાં અવરોધ ઉભો થયો હતો.

Advertisement

ફાયર બ્રિગેડ અને પોલીસ તેમજ એરપોર્ટ ઓથોરિટીના ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પરથી યુધ્ધના ધોરણે બચાવ રાહત કાર્ય શરૂ કરી ઘવાયેલાઓને તાબડતોબ સિવિલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં ખસેડ્યા હતાં.
આ દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રીએ પણ આજે તેનો બારડોલી ખાતેનો ખેડૂત સંમેલનનો કાર્યક્રમ પડતો મુકી તાત્કાલીક અમદાવાદ પહોંચ્યા હતાં. આ સિવાય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વિસાવદર ખાતેનો ચૂંટણી પ્રવાસ પડતો મુકી અમદાવાદ જવા નિકળી ગયા હતાં.

રાજ્ય સરકારે તમામ ખાતાના અધિકારીઓને હેડ ઓફિસમાં હાજર થવા સુચના આપી દીધી છે. આ સિવાય આજુબાજુના શહેરોમાંથી તેમજ ખાનગી હોસ્પિટલોમાંથી મેડીકલ સ્ટાફને અમદાવાદ સિવિલ તેમજ જે જે હોસ્પિટલોમાં ઘાયલ મુસાફરોને ખસેડવામાં આવ્યા છે ત્યાં તૈનાત કરવા સુચના આપી છે.

દુઘર્ટના સ્થળથી ઘવાયેલાઓને તાત્કાલીક હોસ્પિટલમાં પહોંચાડી શકાય તે માટે પોલીસ દ્વારા ગ્રીન કોરી ડોર ઉભો કરવામાં આવ્યો છે. શહેર તેમજ જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સો તેમજ ખાનગી હોસ્પિટલોની એમ્બ્યુલન્સો પણ ઘટના સ્થળે તૈનાત કરવામાં આવી છે. પોલીસે અગમચેતીના કારણો સમગ્ર વિસ્તાર કોર્ડન કરી લઈ લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement