રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરનાર મૌલાનાનો ગુનાહિત ઇતિહાસ ખુલ્યો

11:49 AM Feb 06, 2024 IST | Bhumika
Advertisement

જૂનાગઢમાં નરસિંહ શાળાના મેદાનમાં યોજાયેલા એક જાહેરસભાના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત એટીએસએ પૂછપરછ કરી છે, જેમાં મોટા ખુલાસાઓ થયા છે.મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ 5 ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે. મુંબઈમાં ભડકાઉ ભાષણ અને રયોટિંગને લઈને ગુના નોંધાયા છે. વર્ષ 2014થી ભડકાઉ ભાષણને લઈને આ મૌલાના વિવાદમાં આવ્યો હતો.

Advertisement

વર્ષ 2008થી 2011 સુધી આ મૌલાનાએ ઇજિપ્તમાં ઇમસ્લામનો અભ્યાસ કર્યો હતો. ગુજરાતમાં મોડાસા, કચ્છ બાદ જૂનાગઢમાં આવ્યો હતો. 14 મી ફેબ્રઆરીનાં રોજ મૌલાના મોરબીમાં એક કાર્યકમ હાજરી આપવાનો હતો.
જૂનાગઢમાં નરસિંહ શાળાના મેદાનમાં યોજાયેલા એક જાહેરસભાના કાર્યક્રમમાં મૌલાનાએ જૂનાગઢ પાકિસ્તાનમાં સામેલ ન થયું હોવાનું આડકતરી રીતે ભાષણ કર્યું.

આ મૌલાના કેટલીકે ગતિવિધિ શંકાસ્પદ હોવાથી મોબાઈલની તપાસ શરૂૂ કરવામાં આવી છે. મૌલાના અગાઉ પાકિસ્તાન ગયો હતો કે નહિ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ મૌલાના મૂળ કર્ણાટકનો છે અને મુંબઈમાં અમૃત સોસાયટી કો. ઓપરેટિવ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે.
મૌલાના અલ અમાન એજ્યુકેશન વેલ્ફેર ટ્રસ્ટના બેંક ખાતામાં 9 લાખ રૂૂપિયા

હોવાનું સામે આવ્યું છે. આ મૌલાનાના ટ્રસ્ટ અને પરિવારના બેંક એકાઉન્ટની તપાસ શરૂૂ કરવામાં આવી છે. ટ્રસ્ટના પૈસાનો ઉપયોગ શું થતો હતો તેને લઇ તપાસ કરવામાં આવી રહી છે. મૌલાના કોના કોના સંપર્કમાં છે તેની પણ ગુજરાત અઝજ એ તપાસ કરી રહી છે.

Tags :
gujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement