શિક્ષક ચાલુ ક્લાસે મસાલો ખાય તો ફોજદારી ફરિયાદ, COSનો પરિપત્ર
- શાળાથી નિયત અંતરમાં સિગારેટ-મસાલાનું વેચાણ ન થાય તે માટે પણ તાકીદ
રાજ્યની મોટાભાગની સ્કૂલોમાં બાળકોની ઉપસ્થિતિમાં જ અમુક શિક્ષકો તેમજ આચાર્યો મસાલાનું સેવન કરે છે, તે બાબતને સ્કૂલ ઓફ કમિશનર કચેરી (COS) દ્વારા સ્વીકારવામાં આવી છે.
COS દ્વારા તમામ જિલ્લાના ઉઊઘ મારફતે સ્કૂલોને જણાવ્યું છે કે, બાળકો સ્કૂલમાં જીવન ઘડતરના પાઠના બદલે વ્યસન કરવાના પાઠ શિખીને જાય તે શિક્ષણ જગત માટે ખરાબ બાબત છે. જેથી હવે જો કોઇ પણ શિક્ષક ચાલુ ક્લાસે મસાલાનું સેવન કરતો પકડાશે તો તેના વિરોધમાં ફોજદારી ગુનો નોંધાશે, તે પ્રકારની COS દ્વારા ચીમકી આપવામાં આવી છે.
સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા તમામ જિલ્લાના ઉઊઘને લખેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શાળામાં કે શાળાની અમુક અંતરમાં સિગારેટ-મસાલા જેવા તમાકુનું વેચાણ ન થવું જોઇએ તેનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂૂર છે. તેમજ શાળામાં શિક્ષકો કે આચાર્ય દ્વારા ખુલ્લેઆમ બાળકોની સમક્ષ તમાકુ કે મસાલા ખાતા જોવા મળે છે.શિક્ષણ વિભાગ દ્વારા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના સ્કૂલોને મોકલેલા આંકડામાં જણાવ્યું છે કે, 13થી 15 વર્ષના વિદ્યાર્થીઓમાં તમાકુના ઉપયોગનું પ્રમાણ 19 ટકા જેટલું છે. રાજ્યમાં તમાકુનું સેવન 60 ટકા પુરુષો કરે છે.
સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા તમામ જિલ્લાના ડીઈઓને લખેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, શાળામાં કે શાળાની અમુક ત્રિજ્યાના અંતર સુધી તમાકુ કે સિગારેટ-મસાલા જેવા તમાકુના ઉત્પાદનો ના વેચાણ થાય છે.આ સિવાય શાળામાં શિક્ષકો કે આચાર્ય દ્વારા ખુલ્લેઆમ બાળકોની સમક્ષ તમાકુ કે મસાલા મસળીને ખાતા જોવા મળે છે. જેથી શિક્ષણના મંદિરમાં બાળકોને જીવન ઘડતરના પાઠ શિખવવાના હોય છે ત્યાં વ્યસન કરવાના પાઠ ભણીને જાય તે શિક્ષણ જગત માટે ખૂબ જ લાંછનીયા બાબત છે.