For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નેશનલ હાઇવે પર 10 દી’માં ખાડા નહીં બૂરાય તો કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો

03:57 PM Jul 12, 2025 IST | Bhumika
નેશનલ હાઇવે પર 10 દી’માં ખાડા નહીં બૂરાય તો કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો

Advertisement

ખાડાના કારણે મૃત્યુ થાય તો સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાશે: વલસાડ કલેક્ટરનો હુકમ

વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 (અમદાવાદ-મુંબઈ) પરના ખાડાઓએ લોકોની મુસાફરીને જોખમમાં મૂકી દીધી છે. આ ખાડાઓને કારણે થયેલા અકસ્માતોમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે, જેના પગલે વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્માએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે નેશનલ હાઈવે પરના ખાડાઓે 10 દિવસની અંદર રિપેર કરવાનો આદેશ જારી કર્યો છે, અને આદેશનો ભંગ કરનાર કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો નોંધવાની ચેતવણી આપી છે.

Advertisement

ચોમાસાની શરૂૂઆતથી જ નેશનલ હાઈવે 48 પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખાડાઓએ ગંભીર અકસ્માતોને જન્મ આપ્યો છે, જેમાં બે લોકોના મોત થયા છે. હાઈવેની ખરાબ સ્થિતિને કારણે વાહનોને નુકસાન થવા ઉપરાંત, લોકોના જીવને પણ જોખમ ઉભું થયું છે. જિલ્લા કલેકટર ભવ્ય વર્માએ આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ, હાઈવેના જાળવણી કરતા કોન્ટ્રાક્ટરોને 10 દિવસની અંદર ખાડાઓ ભરી રસ્તાનું રિપેર કરવાનો કડક આદેશ આપ્યો છે. આ આદેશનું પાલન ન કરવામાં આવે તો કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો નોંધવામાં આવશે. ખાસ કરીને, જો ખાડાઓને કારણે કોઈ અકસ્માતમાં મોત થશે, તો સંબંધિત કોન્ટ્રાક્ટર સામે સાયરાધ મનુષ્યવષનો ગુનો નોંધાશે. આ આદેશની અમલવારી માટે પોલીસ સબ-ઈન્સ્પેક્ટર (PSI) અને તેનાથી ઉપરના અધિકારીઓને સત્તા સોંપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement