For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેતપુરમાં ચક્કાજામ કરનાર 13 મહિલાઓ સામે ગુનો નોંધાયો

01:16 PM Dec 03, 2025 IST | Bhumika
જેતપુરમાં ચક્કાજામ કરનાર 13 મહિલાઓ સામે ગુનો નોંધાયો

જેતપુરમાં રેલવે ફાટક કાયમી ધોરણે બંધ કરવાના મુદ્દે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે ધોરાજી રોડ પરના નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ પર સ્થાનિક મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ મામલે પોલીસે ખાનગી અને સરકારી હોસ્પિટલનો રસ્તો બંધ કરવા મામલે 13 મહિલાઓ સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી.

Advertisement

જેતપુરમાં અંદાજે 53 કરોડ રૂૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ ફ્લાયઓવર ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે બનાવવામાં આવ્યો હતો. જોકે, ઓવરબ્રિજ કાર્યરત થતાં જ રેલવે દ્વારા જૂનો ફાટક બંધ કરી દેવાયો હોય જેથી ફાટક બંધ થવાના કારણે આસપાસના સાત જેટલા વિસ્તારના રહીશોને લાંબો ફેરો લેવાની ફરજ પડી રહી છે. આ સમસ્યાના નિરાકરણ ન આવતા, આ જ મહિલાઓએ થોડા દિવસો પહેલા રેલવે ટ્રેક ઉપર બેસીને ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હતો. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહી કરતા અંતે ગઈકાલે મહિલાઓએ રેલવેના ઓવરબ્રિજ પર બેસીને રાસ્તો બ્લોક કરી ચક્કાજામ કર્યો, જેના પગલે ટ્રાફિક જામ થયો હતો અને વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. અને સરકારી અને ખાનગી હોસ્પીટલે જતી એમ્બ્યુલન્સ સહિતના વાહનો કલાકો સુધી ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ જેતપુર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો.

પોલીસે વિરોધ કરી રહેલી મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહિલાઓ માની નહી અને રસ્તા ઉપર બેસી રહી હતી. અંતે આ મામલે પોલીસે 13 મહિલાઓ સામે ગુનો નોંધ્યો હતો અને તેમની ધરપકડ કરી પોલીસે બ્રિજ પરથી અવરોધ દૂર કરીને ટ્રાફિકને પૂર્વવત્ કરાવ્યો હતો. પોલીસે કંચનબેન દિનેશભાઈ ગોવિંદભાઈ પટણી, પારૂૂલબેન જયેશભાઇ નરેશભાઇ દાણીધાર, હેતલબેન ધીરજભાઈ કરશનભાઈ સોંદરવા, કૌશરબેન ઇમરાનભાઇ જમાલભાઇ પઠાણ, દયાબેન દુર્લભભાઈ નાનજીભાઈ કારલીયા, શિવાનીબેન સંજયભાઇ નટુભાઇ સોલંકી, નજમાબેન યાશીનભાઈ જમીયતભાઈ પઠાણ, ગીતાબેન અશોકભાઇ રમેશભાઇ પરમાર, ભાનુબેન રમેશભાઈ ટપુભાઈ મકવાણા, રસીલાબેન જેન્તીભાઈ કરશનભાઈ બગડા, કિરણબેન પાર્થભાઈ રમેશભાઈ મકવાણા, શારદાબેન જેન્તીભાઈ મનજીભાઈ રાદડીયા અને ચંદ્રિકાબેન જયંતીભાઇ ઘેલાભાઇ સોલંકીની ધરપકડ કરી તેમની સામે કલમ-285 અને 54 મુજબ ગુનો દાખલ કર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement