ગુનાખોરીએ હદ વટાવી: દુષ્કર્મના આરોપીઓ ભાજપના જ નીકળે છે: ગોહિલ
સગીર બાળાઓ ગુજરાતમાં અસલામત: અમિત ચાવડા
કેન્દ્ર-રાજ્ય સરકારે આપેલા વચનો પાળવામાં વડાપ્રધાન ઉણા ઉતર્યા: વાસનિક
રાજકોટમાં એરપોર્ટ રોડ પર મીન્ટ હોટલ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાતના પ્રભારી રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનીકજી (જનરલ સેક્રેટરી અઈંઈઈ), ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહજી ગોહિલ, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીકજીએ કહ્યું કે ગુજરાત કોંગ્રેસના સંગઠન બાબતે લાંબા સમયથી શહેર જિલ્લા પ્રમુખો અને કોંગ્રેસ નેતાઓ સાથે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે તેના ભાગરૂૂપે આજે સૌરાષ્ટ્રના પાટનગર સમાન અને શૈક્ષણિક હબ ગણાતા રાજકોટમાં આવેલા છીએ જેમાં આજે ત્રણેક જિલ્લાઓના આગેવાનો સાથે બેઠકો કરવાના છીએ ગુજરાતના વિવિધ પ્રશ્નોમાં કોંગ્રેસની ભૂમિકા શું હશે અને કયા પ્રકારના કાર્યક્રમો આપવા તે અંગે ચર્ચા વિચારણા થશે ગુજરાત એ દેશના વડાપ્રધાનનું રાજ્ય પણ ગણાય છે ગુજરાતના કે કેન્દ્રના જે કાંઈ નરેન્દ્ર મોદીએ વચનો આપ્યા છે તે પાળી બતાવ્યા નથી ઈમાનદારીથી વચનો પાળવા જોઈએ મોદી જૂઠ બોલવામાં વિશ્વમાં નંબર વન છે જૂઠ બોલાવવામાં તેને પારિતોષિક દેવો જોઈએ હાલ સમગ્ર ભારતમાં બેરોજગારી, મોંઘવારી મહિલા સુરક્ષા, ખેડૂત આત્મહત્યાઓ સહિતની ઘટનાઓમાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે દેશમાં સરકારી આંકડા પર રોજ 83 મહિલાઓ પર રેપ થાય છે 26% માં સજા થાય છે બંગાળ કે કલકત્તામાં રાષ્ટ્રપતિ જો બનાવને વખોડી કાઢતા હોય તો ગુજરાતમાં સુરેન્દ્રનગર દાહોદ તેમજ અન્ય જિલ્લાઓમાં મહિલાઓ કે બળાત્કાર, છેડતી ઉત્પીડનમાં ગુજરાતમાં થાય છે ત્યારે કેમ એક શબ્દ પણ બોલતા નથી. ગુજરાત એ નરેન્દ્ર મોદીનું રાજ્ય છે અને ગ્રહ મંત્રી અમિત શાહ પણ ગુજરાતના છે ત્યારે દુષ્કર્મની વધતી જતી ઘટનાઓ માં ચિંતાજનક વધારો ગુજરાતમાં થયો છે. 2014 થી 2024 સુધીમાં 1,17,000 ખેડૂતો, યુવાનો એ બેરોજગારી અને સ્વાસ્થ્ય સેવાઓ કથળી હોવાને કારણે આત્મહત્યા કરી છે. આ સરકાર ઉદ્યોગપતિની સરકાર છે અને આગામી દિવસોમાં રાહુલ ગાંધીનું ગુજરાત કબજે કરવાનું સપનું સાકાર થાય તે માટે સતત પ્રયાસો કરતા રહેશું.
પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોહિલએ રાજકોટમાં પણ ચાર જિલ્લાઓની બેઠકમાં કોંગ્રેસના સંગઠન અંગે ચર્ચાઓ થશે ભાજપની સત્તા લાંબા સમયથી ચાલે છે ભાજપને અહંકાર આવી ગયો છે બે મિનિસ્ટરોના સામસામેની વાતો તે ગુજરાતની જનતા પૂરી રીતે વાકેફ છે ગુજરાતની જનતા જાગે છે કોઈ સભ્ય બનવા રાજી નથી ભાજપનો પેજ પ્રમુખ પણ નારાજ છે ગુજરાતમાં ડ્રગ્સ સૌથી વધુ આવે છે કરોડો રૂૂપિયાના ડ્રગની હેરાફેરી કરવામાં ગુજરાત નંબર વન બન્યું છે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ફુલિયો ફાલ્યો છે. ભ્રષ્ટાચારીઓ અને દુષ્કર્મના આરોપીઓના કનેક્શનનો ભાજપના આગેવાનો સાથે મળે છે દાહોદમાં નાની દીકરીની હત્યા કરવામાં આવી તે આચાર્ય ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલ હોય તે પ્રકારના પુરાવા મળ્યા હતા દીકરીઓ પર દુષ્કર્મ થતું જાય છે જેમાં કોણ જવાબદાર નાની દીકરીઓ પર અત્યાચારો થાય છે ભાજપના પેટનું પાણી હલતું નથી ઓગસ્ટમાં અતિવૃષ્ટિની સહાય હજુ સુધી ખેડૂતોને મળી નથી કોંગ્રેસના શાસનમાં જેટલું નુકસાન એટલું વળતર પરંતુ હાલ આ સરકાર આ અમલવારી કરતી નથી વર્ક ઓર્ડર માટે ટકાવારીના ચેક ભાજપના ફંડમાં આપવા પડે છે.
અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ છે સલામત ગુજરાતની વાતો હવામાં છે આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં દારૂૂ તો ખુલ્લેઆમ વેચાય છે અને પીવાય પણ છે પણ ડ્રગ જ્યારે ગુજરાતમાં ટ્રેડિંગ ગુજરાતનું હબ બન્યું છે આ માફિયાઓના કનેક્શનનો કમલમ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં બહેન, દિકરીઓની સલામતી નથી દરેક માતા પિતાને નવરાત્રીમાં અગાઉના શાસનમાં જ્યારે ગુજરાતમાં મધરાતે પણ દીકરીઓ નવરાત્રિ પૂરી કરીને ઘેર પાછી ફરતી ત્યારે કોઈ ચિંતા હતી નહીં પરંતુ હાલના શાસકોના રાજમાં દીકરીઓ અને સગીરાઓ પર વધતા જતા ગેંગરેપ અને દુષ્કર્મ ની ઘટનાઓમાં પણ વધારો થયો છે નવરાત્રીમાં પાંચ વર્ષની સુરેન્દ્રનગરમાં ધાંગધ્રામાં દીકરી પર બળાત્કાર થયો તેના હજુ સુધી એફએસએલ રિપોર્ટ આવ્યો નથી.
આજે ગ્રહ રાજ્ય મંત્રી રાજકોટમાં છે અને ગુજરાતમાં સવાર સુધીના રમવા અંગેના ભાષણો કરે છે પરંતુ જે દીકરીઓને સગીરાઓ પર થતા બળાત્કારમાં તેઓની મુલાકાત લેવાનું તેમને સુજતું નથી મહેસાણા વડોદરા રાજકોટ આટકોટ ખાતે બળાત્કારની ઘટનાઓ બની છે પોલીસ અને પ્રશાસનનો ડર રહ્યો નથી.
આજની પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા મીડિયા સેલ ઇન્ચાર્જ મનીષભાઈ દોશી, ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ રાઓલ, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા, રાજકોટના પ્રભારી ભીખુભાઈ વારોતરીયા, બિપેન્દ્રસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલીયા, સૌરાષ્ટ્ર કચ્છના પ્રવક્તા નિદતભાઈ બારોટ, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ, એન એસ યુ આઈ ના ગુજરાત પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, યુવા આગેવાન રોહિતસિંહ રાજપૂત, ધરમભાઈ કાંબલીયા, મેઘજીભાઈ રાઠોડ, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.