રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ક્રાઈમ બ્રાન્ચે શાંતિનગરમાંથી પકડી પાડી ર9 દારૂની બોટલ: મોટર કરાઇ કબજે

12:40 PM Mar 12, 2024 IST | Bhumika
Advertisement

જામનગરના શાંતિનગર વિસ્તારમાં એક મોટરમાંથી એલસીબીએ દારૃની 29 બોટલ કબજે કરી છે. સરમત પાસેથી એક શખ્સ બાર બોટલ સાથે ઝડપાઈ ગયો છે. ઉપરાંત શંકરટેકરી ઉદ્યોગનગરમાંથી બે શખ્સ દારૃની બે બોટલ અને બીયરના બે ટીન સાથે પકડાયા છે. જામનગરના પટેલ કોલોની વિસ્તારના છેવાડે આવેલા શાંતિનગરમાં મોટરમાં અંગ્રેજી દારૃની હેરફેર કરાઈ રહી હોવાની બાતમી એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહ, ઋષિરાજસિંહને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીઆઈ વી.એમ. લગારીયાના વડપણ હેઠળ પીએસઆઈ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફે દરોડો પાડ્યો હતો.ત્યાંથી વનરાજસિંહ શિવુભા વાઢેર ઉર્ફે મુન્ના વાંગડ નામના શખ્સની માલિકીની જીજે-3-ડીજી 9908 નંબરની એક મોટરમાંથી દારૃની 29 બોટલ મળી આવી હતી. તે મોટર, બોટલ સહિત રૃા.3 લાખ 11600નો મુદ્દામાલ કબજે કરાયો છે. દરોડા પહેલાં વનરાજસિંહ નાસી ગયો હતો.

Advertisement

 

તેની સામે સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે. જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં શનિવારે બપોરે એલસીબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન ઉદ્યોગનગર એસોસિએશનની ઓફીસ વાળા ચોક પાસેથી પસાર થતા માધવબાગ-1વાળા ચેતન મનસુખભાઈ વિસાવડીયા તથા પ્રણામી સ્કૂલ નજીક રહેતા જીતેન્દ્ર અરવિંદભાઈ દામા નામના બે શખ્સને શકના આધારે રોકાવી કલાશી લેવાતા આ શખ્સોના કબજામાંથી અંગ્રેજી શરાબની બે બોટલ તથા બીયરના બે ટીન મળી આવ્યા હતા. જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા સરમત ગામના પાટિયા પાસેથી ગઈકાલે બપોરે પસાર થઈ રહેલા જામનગરના મહાદેવનગર નજીક સાત નાલા પાસે રહેતા આશિષ ઉર્ફે ટકા ગોપાલભાઈ ચાવડા નામના શખ્સને સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે રોકી ચેક કરતા આ શખ્સના કબજામાંથી દારૃની બાર બોટલ મળી આવી હતી. તે બોટલ તથા એક મોબાઈલ કબજે કરી પોલીસે આશિષની ધરપકડ કરી પૂછપરછ આરંભી હતી. જેમાં આ જથ્થો જામનગરની નિલકંઠ સોસાયટી વાળા બિપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયાએ આપ્યાની અને સરમતના નટુભા જેઠવા નામના શખ્સે તે બોટલ મંગાવ્યાની કબૂલાત કરી છે. ત્રણેય સામે સિક્કા પોલીસે ગુન્હો નોંધ્યો છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement