‘કોપર’ ચોરીના ગુનામાં મફતિયાપરાના ‘કોહીનૂર’ને ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ
ચોરીનો માલ વેચવા જાય તે પહેલાં જ પોલીસે ઝડપી 30 હજારનો મુદ્દામાલ જપ્ત ર્ક્યો
શહેરના તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી કોપર ધાતુની ચોરી કર્યાની તાલુકા પોલસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ગુનામાં ક્રાઇમબ્રાંચે આરોપીને ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી લીધો છે અને તમામ મુદ્દામાલ કબ્જે ર્ક્યો હતો.
ક્રાઇમબ્રાંચના પી.આઇ. ગોંડલીયા, એમ.એલ.ડામોર, પી.એસ.આઇ. અનિરુદ્ધસિંહ પરમાર, અર્જુનભાઇ ડવ, તુલસીભાઇ ચુડાસમા, મૈસુરભાઇ કુંભારવાડીયા અને રાજેશભાઇ જલુ સહિતનો સ્ટાફ પેટ્રોલીંમાં હતો ત્યારે બાતમીના આધારે રાજકોટ તાલુકા વિસ્તારની કોપર ધાતુની ચોરીમાં સામેલ કોહીનુર ઉર્ફે કુણાલ રમેશભાઇ સોલંકી (રહે.પચીસ વારીયા મફતીયાપરા કોઠારીયા સોંલવન્ટ)ને ઝડપી લઇ પૂછપરછ કરતા તેમણે તાલુકા વિસ્તારથી કોપર ધાતુની ચોરી ર્ક્યાની કબુલાત આપી હતી. જેથી તેમની પાસેથી રૂા.30 હજારની કોપર ધાતુની પાટો-4 તથા પાટોનો ભુકો જે તમામનો વજન આશરે 30 કીલો થાય તે તમામ મુદ્દામાલ કબ્જે ર્ક્યો હતો. આરોપની પૂછપરછ કરતા પોતે આ ધાતુ બજારમાં વેંચીને રોકડા પૈસા આપે તે મોજશોખમાં ઉડાવવાનો હતો.