સોમનાથના જોખમી દરિયામાં જાહેરનામાનો ભંગ કરી નહાવા બદલ બે વ્યક્તિ સામે ગુનો
તા.27/05/25 ના રોજ સોમનાથ મંદિરની બાજુમાં આવેલા બીચ ખાતે દરીયાઇ કરંટ હોવા છતા પર્યટકો દ્વારા જોખમી રીતે દરિયામાં ન્હાવા માટે પડેલા હતા જેમાંથી બે વ્યક્તિઓ વિરુદ્ધમાં કલેક્ટરના જાહેરનામા ભંગનો ગુનો-2 દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
જેથી જાહેર જનતાને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે સોમનાથ મંદિરની બાજુમાં આવેલ દરિયામાં કાયમી કરંટ રહેતો હોય છે અને ત્યાં ડુબવાના બનાવો ખુબ બને છે.
જેથી જાહેર જનતાની સુરક્ષા અર્થે અને તેઓની સલામતી સુખાકારી માટે કોઈએ સોમનાથ બીય ખાતેના દરીયામાં નાહવા માટે જવું નહીં. જો કોઇ તેમછતાં દરિયામાં નાહવા પડશે તો તેઓ વિરુદ્ધ માં કાયદેસરની ફરિયાદ કરવામાં આવશે. તેમજ સોમનાથ દરીયા કિનારે આવેલ બાણગંગા ખાતે પણ કોઈ દર્શનાર્થીઓ એ દરિયામાં જવુ નહિ અને ત્યાં દરીયા કિનારે શિવલિંગ હોય ત્યાં પણ દરીયામા કરંટ રહેતો હોય ત્યાં જવાની મનાઈ છે.