સોમનાથમાં ડિમોલિશન અંગે ઉશ્કેરણીજનક પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકનાર સામે ગુનો
સોમનાથમાં તંત્રએ કરેલ મેગા ડીમોલેશનને લઈ સોશ્યલ મિડીયામાં બે કોમ વચ્ચે વૈમન્સ ફેલાય અને ધાર્મિક ાગણી દુભાય તેવી અફવાઓ ફેલાવતુ ઉશ્કેરણી જનક લખાણ વાળી પોસ્ટ કરનાર શખ્સને એસઓજી એ ઝડપી લઈ તેની સામે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળ સીટી પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડીમોલેશન કામગીરી અન્વયે પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન મોબાઇલ ફોનમાં ઇન્સ્ટ્રાગ્રામ એપ્લીકેશનમાં સફીંગ દરમ્યાન સવફહશડ્ઢડ્ઢ47 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં વેરાવળ-સોમનાથ રોડ જી.આઈ.ડી.સી. તથા સેન્ટ મેરી સ્કુલ સામે આવેલ મુસ્લીમ સમાજનું કબ્રસ્તાન તેમજ દર્ગાઓનું ડીમોલેશનની કામગીરી સરકારી વહીવટી તંત્ર ગીર સોમનાથ દ્રારા ચાલુ હોય જે અંગેનો રાગદ્વેષ રાખી khalixx47 નામના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ ધારકે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સ્ટોરી બનાવી પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટેટ્સમાં ગીર સોમનાથ વહીવટી તંત્રની ડીમોલેશન કામગીરી અંગે મુસ્લીમ સમાજમાં અફવાઓ ફેલાવતા ઉશ્કેરણી જનક શબ્દો લખી તેમજ હિન્દુ ધર્મના આસ્થાનું કેન્દ્ર સોમનાથ મંદિર વિશે ઉશ્કેરણી જનક ટિપ્પણી કરી તેમજ કલેકટર વિરૂૂધ્ધ ગેરશબ્દો લખી તંત્ર વિશે ખરાબ શબ્દો લખી khalixx47 નામના ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ ધારક આરોપીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટેટ્સમાં રાખી સોશ્યલ મીડીયામાં વાયરલ કરેલ હોય જે અંગે ગીર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સત્વરે ટેકનીકલ એનાલિસિસ મારફતે આ પોસ્ટ કરનાર વેરાવળની શાહીગરા સોસાયટીમાં રહેતા સોરઠીયા ખાલિદ સલીમ ઉ.વ.18 નામના શખ્સને ઝડપી લઈ તેની વિરુદ્ધ વેરાવળ સીટી પોલીસમાં બી.એન.એસ. કલમ 351(2), 353(1) (બી) (1) (સી), 352 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.