માલિયાસણ નજીક રાષ્ટ્રપતિનો રૂટ ક્લિયર કરાવવા ઢોર ડબ્બામાં પૂરેલા પાંચ પશુને છોડાવી જનાર ટોળકી સામે ગુનો
અમદાવાદ હાઈ-વે પર રાષ્ટ્રપતિનો રૂૂટ કિલ્યર કરાવવા મનપાની ટીમે પકડેલા ત્રણ ગાયો, વાછરડું અને એક આખલાને સ્કોર્પિયોમાં ઘસી આવેલા છ થી સાત અજાણ્યા શખ્સો ઢોર ડબ્બામાંથી પરાણે ઢોર છોડાવી ફરજમાં રૂૂકાવટ કર્યાની મહાપાલિકામાં એનિમલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ શાખામાં લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં શશીકાંત જગદિશભાઈ નીનામા (ઉ.વ.30)એ કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આજી ડેમ ચોકડી પાસે શ્રીરામ સોસાયટીમાં રહેતાં શશીકાંત નીનામાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તે મહાપાલિકામાં છેલ્લા ચાર વર્ષથી નોકરી કરે છે. તેની શાખાનું કામ શહેર વિસ્તારમાં રખડતા પશુઓ પકડવાની કામગીરી ઉપરાંત સુપરવિઝન કરવાનું છે.
ગઈકાલે રાષ્ટ્રપતિનું રાજકોટમાં આગમન થવાનું હોવાથી તે વીઆઈપી રૂૂટમાં રખડતાં પશુઓ નડતરરૂૂપ ન થાય તે માટે બપોરે ઢોર ડબ્બાની જગ્યાથી એક ટ્રેકટર, અર્ટીકા અને અન્ય ત્રણ કારમાં તે તેમજ અન્ય લાઈવસ્ટોક ઈન્સ્પેકટર અંકિતભાઈ ગોહિલ સહિતનો સ્ટાફ અને પાંચેક મજુરો સાથે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગયા હતા. મેંગો માર્કેટ પાસે રખડતા પશુઓ અડચણરૂૂપ છે તેવો મેસેજ આવતાં ત્યાં પહોંચ્યા હતા. જયાંથી ત્રણ ગાયો, આખલો અને વાછરડું જોવામાં આવતાં તેને ટ્રેકટરના ડબ્બામાં ભરી રૂૂટ કિલ્યર કરાવવા ત્યાંથી નીકળી સાત હનુમાન મંદિર તરફ પહોંચ્યા હતા.
આ સમયે કાળા કલરની સ્કોર્પિયોમાં ઘસી આવેલા છ થી સાત અજાણ્યા શખ્સોએ તે સહિતના સ્ટાફ પાસે આવી તમે ગામડાના વિસ્તારમાંથી ઢોર પકડી ના શકો તેમ કહેતાં તેને અમે શહેર વિસ્તારના મેંગો માર્કેટ પાસેથી આ ઢોર પકડયા છે તેમ જવાબ આપ્યો હતો. આ સમયે અમુક અજાણ્યા શખ્સો ટ્રેકટરના ડબ્બામાં ચાલ્યા ગયા બાદ ઢોરને બાંધેલા દોરડા દાંતરડાથી કાપી નાખી ઢોરને છોડાવી તમામ આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા.