ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગંજીવાડાની યુવતીનું અપહરણ કરી જામનગરમાં ફૂલહાર કરી લેનાર પૂર્વ મંગેતર સહિત 4 સામે ગુનો

05:15 PM Feb 22, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

શહેરના ગંજીવાડામાં રહેતી યુવતીને પૂર્વ મંગેતરે સગાઇ રાખવા દબાણ કરી બળજબરીથી કારમાં અપહરણ કરી જામનગર લઇ જઇ ફુલહારથી લગ્ન કરી લીધા હતા. આ અંગે પોલીસમાં પૂર્વ મંગેતર તેના માતા-પિતા સહીત ચાર શખ્સો સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ ગંજીવાડા શેરી નં.30માં રહેતી નાજનીન રફીકભાઇ જનર (ઉ.20) નામની યુવતીએ થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે જામનગર રહેતા તેના પૂર્વ મંગેતર ઓસામા સલીમ કોલીયા તેના પિતા સલીમ કોલીયા, માતા નફીસા સલીમભાઇ કોલીયા અને મહમદનું નામ આપ્યું છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ તેની સગાઇ ચાર વર્ષ પહેલા ઓસામા સાથે થઇ હતી. બાદમાં બે વર્ષ પહેલા સગાઇ તોડી નાખી હોય બાદમાં ગતા તા.15/2ના મોડી રાતે ઓસામાએ ફોન કરી વાતચીત કરવાના બહાને ઘરની બહાર બોલાવતા યુવતી ઘર બહાર જતાં આરોપી કાર લઇ ઉભો હતો. જેણે કારમાં બેસાડી બાદમાં છરી બતાવી બળજબરીથી કારમાં અપહરણ કરી જામનગર ઉઠાવી ગયા હતા. જયાં તેને ધમકાવી ‘હું કહું તેમ નહીં કરે તો તારા ભાઇ અકબરને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી તેના તથા આરોપી ઓસામાના ફુલહાર કરતા ફોટા પાડી લીધા હતા અને ત્યાર બાદ સરકારી કચેરીમાં લઇ જઇ તેની મરજી વિરૂધ્ધ કાગળોમાં સહી-સિક્કા કરાવી લગ્ન કરાવી લીધા હતા.

બાદમાં આરોપી માટલી ગામે રહેતા સંબંધીના ઘરે યુવતીને મુકીને જતો રહ્યો હતો. જયાંથી માતા-પિતાએ ઘરે આવી ‘નાજનીનને અમારા ઘરે મોકલો’ કહી ઝઘડો કર્યો હતો. જેથી તેણીએ ડરી જઇ તા.19ના ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે થોરાળા પોલીસે યુવતીની ફરીયાદ પરથી પૂર્વ મંગેતર સહી ચારેય શખ્સો સામે ગુનો નોંધી પીએસઆઇ એચ.કે. રાવલે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement